અચાનક થયેલી લૂંટની ઘટનાથી જયંતીભાઈ કંઈ સમજે તે પહેલાં જ 45 લાખ રૂપિયા ભરેલી બેગ લઈ અજાણ્યા લૂંટારૂઓ ફરાર થઈ ગયા હોવાની ઘટનાની જાણ તેમણે પોલીસને કરી તો સવારમાં જ પોલીસ તંત્ર હરકતમાં આવી ગયું હતું. આણંદ જિલ્લા એસપી ચૌહાણ સહિત ડી.વાય.એસ.પી જાડેજા, આણંદ ટાઉન પી.આઈ, આણંદ રુલર પી.એસ.આઇ સહિતનો પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી ગયા હતા. સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરીને લૂંટારૂઓને ઝડપી પાડવા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે.
હાલ જેન્તીલાલની ફરિયાદના આધારે વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને સ્થાનિકોની પૂછપરછ કરી પોલીસ તપાસ કરી રહી છે. બેગ લઈને ફરાર થયેલા લૂંટારૂઓને બને તેટલી ઝડપથી પકડી પાડવા તમામ દિશામાં જિલ્લા પોલીસ વડાએ ચક્રોગતિમાન કર્યા છે.