ETV Bharat / state

લવજેહાદ કેસમાં સુખદ અંત લાવી આપતી આણંદની નારી અદાલત

author img

By

Published : Jun 23, 2020, 3:24 PM IST

આણંદમાં પરિણીતાને ત્યજીને અન્ય સાથે લગ્ન કર્યા બાદ દુબઇ ચાલ્યા ગયેલા પતિના કિસ્સામાં આજે આણંદની નારી અદાલત દ્વારા સમાધાન કરાવવામાં આવ્યું હતું.

લવ જેહાદ કેસમાં સુખદ અંત લાવી આપતી આણંદની નારી અદાલત

આણંદ: નારી અદાલતના જણાવ્યા પ્રમાણે, અફસાનાબેન મુલતાનીના સમીરભાઇ હસનભાઇ મુલતાની લગ્ન થયા હતા. પરંતુ સમીરભાઇએ દક્ષાબેન ગોહિલને ગેરમાર્ગ દોરીને બીજા લગ્ન કર્યા હતા અને બાદમાં તેઓ દુબઇ ચાલ્યા ગયા હતા. જો કે નાણાં પુરા થઇ જવાથી સમીરભાઇ દુબઇથી પરત આવ્યા હતા.

આ દરમિયાન સમીરભાઇએ અન્ય લગ્ન કર્યાની જાણ થતાં અફસાનાબેેનએ આણંદની નારી અદાલતમાં ફરિયાદ કરી હતી. જેમાં પતિ દ્વારા માનસિક, શારિરીક ત્રાસ અપાતો હોવાનો અને દક્ષાબેન સાથે અલગ વસવાટ કરતા હોવાનું જણાવ્યું હતું. નારી અદાલત, આણંદ જિલ્લાના કો-ઓર્ડિનેટર કોમલ જયસ્વાલ તેમજ તાલુકા કો.ઓ. જયોત્સનાબેનને જાણવા મળ્યું હતું કે, સમીરભાઇ અફસાનાબેન અને દક્ષાબેનને ખોટી રીતે ગેરમાર્ગ દોરી રહ્યા છે અને પરેશાન કરી રહ્યા છે. જેથી બંને કો-ઓર્ડિનેટરે બંને મહિલાના ઘરની મુલાકાત લીધી હતી અને બાદમાં પરિવારના વડીલોને નારી અદાલતમાં બોલાવીને સમજાવ્યા હતા. જેમાં દક્ષાબેનને થોડા દિવસો માટે આણંદના નારિગૃહમાં મૂકવામાં આવ્યા હતા. ત્યારબાદ નારી અદાલતના કો-ઓર્ડિનેટર બહેનો દ્વારા દક્ષાબેનને તેમના ભવિષ્યની કાળજી લેવા સમજાવવા ઉપરાંત સમીર પહેલેથી પરિણીત અને બે દીકરીઓનો પિતા હોવાથી અફસાનાબેનનો સંસાર બગડે નહીં તે માટે સમજાવ્યું હતું.

પરિવારજનો સહિત સૌની સમજાવટથી દક્ષાબેને સમીર મુલતાની સાથે છૂટાછેડા લીધા હતા. જયારે નારી અદાલતે સમીરની લેખિત બાહેંધરી લઇને અફસાનાબેન સાથે સમાધાન કરાવીને તેઓને સાસરિયામાં મોકલ્યા હતા. ઉલ્લેખનીય છે કે, સમગ્ર કેસમાં બે અલગ ધર્મના અરજદારો હોવાથી કોઇની લાગણી દુભાય નહી તે બાબતનું નારી અદાલત, આણંદ દ્વારા ધ્યાન રાખવામાં આવ્યું હતું. સાથોસાથ દક્ષાબેનના ભવિષ્યને પણ ધ્યાને રાખવામાં આવ્યું હતું તો બીજી તરફ અફસાનાબેનનો ઘરસંસાર, તેમની બે દીકરીઓનો પણ વિચાર કરવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સુખદ સમાધાન થતા દક્ષાબેન અને અફસાનાબેનના પરિવારજનોએ નારી અદાલતના સદસ્યોનો આભાર વ્યકત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.