આણંદ: જિલ્લામાં કોરોનાના સંક્રમિત દર્દીઓની સંખ્યા 79એ પહોંચી છે, પરંતુ તેમાં મહત્તમ દર્દીઓ નવાબી નગરી ખંભાતમાં તથા વ્યવસાય કેન્દ્ર ઉમરેઠમાં સામે આવ્યા છે, જેથી જિલ્લા મથક મિલ્ક સિટી આણંદ શહેર આ મહામારી સામે હજુ સુરક્ષિત છે, ત્યારે નગરપાલિકા દ્વારા શહેરમાં નાગરિકો માટે ક્યાં પ્રકારની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવી છે તથા સંક્રમણને રોકવા ક્યાં પ્રકારના પગલાં લેવામાં આવી રહ્યાં છે, તે અંગે નગરપાલિકા પ્રમુખ કાન્તિભાઈ ચાવડા એ ETV Bharatને ખાસ જાણકારીઓ આપી હતી.
કાંતિભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે, નગરપાલિકાના હદ વિસ્તારમાં એક પણ કોરોના સંક્રમિત દર્દી નથી. જેથી શહેરમાં હાલ કોઈ વ્યક્તિને કોરોનાની અસર નજરે પડી રહી નથી, પાલિકા દ્વારા તમામ વિસ્તારોમાં બહારથી આવતા નાગરિકો પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે, જેથી બહારથી આવેલ નાગરિકો સંક્રમણ ન ફેલાવી શકે સાથેજ સફાઈનું પણ યોગ્ય ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સફાઈ કર્મચારીઓ ને પ્રોટેક્શન કીટ પણ વિતરણ કરવામાં આવી છે. જેથી કોરોના વોરિયર્સ સફાઈ કામદારો સલામત રહી શકે.
નગરપાલિકા દ્વારા જીવનજરૂરી ચીજવસ્તુઓના વિતરણ માટેના બજારો અને શાકમાર્કેટમાં સોસિયલ ડિસ્ટનસિંગ જળવાઈ રહે તે માટે ની યોગ્ય વ્યવસ્થા કરીને સંક્રમણની સંભાવનાઓ નહિવત બરાબર કરી દીધી છે, પાલિકા પ્રમુખ કાંતિભાઈ ચાવડાએ પ્રજાને જાગૃત બનવા અને સોશિયલ ડિસ્ટનસિંગનું પાલન કરી સરકારની સૂચનાઓને અનુકરણ કરવા અપીલ કરી હતી.
બાઈટ: કાન્તીભાઈ ચાવડા (નગરપાલિકા પ્રમુખ)