ETV Bharat / state

આણંદ SOG પોલીસે વિઝામાં છેતરપીંડી કરતા એજન્ટને પકડ્યો

ગુજરાત રાજ્યમાં ચરોતર પ્રદેશ NRI પ્રદેશ તરીકે જાણીતો છે. ચરોતરમાં ઘણા ખરા ગામ એવા છે કે જ્યાંથી મોટી સંખ્યામાં લોકો વિદેશમાં સ્થાઈ થઈને સારી આર્થિક ક્ષમતા ઉભી કરે છે, જેના કારણે વિઝાને લગતા કામ કરતી એજન્સીનો વ્યવસાય પણ મોટી સંખ્યામાં આ વિસ્તારમાં વિસ્તર્યો છે.

ગુજરાત
ગુજરાત
author img

By

Published : Feb 20, 2021, 6:14 PM IST

  • દુબઇના વિઝાના નામે કરતો હતો છેતરપીંડી
  • નડિયાદના શખ્સ દ્વારા કરવામાં આવી હતી ફરિયાદ
  • સુરતના પણ એક શખ્સની કરવામાં આવી અટકાયત
    આણંદ SOG પોલીસ

આણંદ: ભાલેજ રોડ પર આવેલી એક વિઝા કન્સલ્ટન્સીના એજન્ટ દ્વારા નડિયાદના એક યુવાનને દુબઇ વર્કવિઝા અપાવવાની વાતમાં ફસાવીને હજારોની છેતરપીંડી કરી હોવાની ફરિયાદ આણંદ SOG પોલીસને કરવાંમાં આવી હતી. જે બાદ આણંદ SOG પોલીસે ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો. પોલીસે એજન્ટ અને તેની મદદ કરતા સુરતના એક શખ્સની અટકાયત કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે આરોપી પાસેથી 2 લેપટોપ, 10 જેટલા મોબાઈલ ફોન અને 19 જુદા જુદા માણસોના ભારતીય પાસપોર્ટ પણ જપ્ત કર્યા છે. આ સાથે કુલ 2,75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે.

કુલ 2,75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
કુલ 2,75,000 ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત
મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરાઈ

નાયબ પોલીસ અધિક્ષક બી.ડી.જાડેજા એ વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે, પોલીસને મળેલી ફરિયાદમાં આણંદના ભાલેજ રોડ પર આવેલા રઘુવીર એપાર્ટમેન્ટમાં જે. પી. ઇન્ટરનેશનલ નામે વિઝા ઓફિસ ધરાવતો શખ્સ જયદીપ હસમુખભાઈ પટેલ અને સુરતના રવીકુમાર ભાષ્કર દ્વારા દુબઇ વર્કપરમીટ અપાવવાના નામે રૂપિયા 1,70,000ની છેતરપિંડી કરી દુબઇના નકલી વિઝા આપ્યા હતા. જે અંગે પોલીસને મળેલી બાતમીના આધારે SOG પોલીસે જે. પી. ઇન્ટરનેશનલમાં તાપસ કરતા સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા અને સમગ્ર કૌભાંડ બહાર આવ્યું હતું. પોલીસે વડોદરા અને સુરતથી આરોપીને ઝડપી લઈ આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

19 જુદા જુદા માણસોના ભારતીય પાસપોર્ટ  જપ્ત

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.