ETV Bharat / state

આણંદ પોલીસે ઓક્સિજનની ટ્રક માટે બનાવ્યો ગ્રીન કોરિડોર

author img

By

Published : May 5, 2021, 10:55 AM IST

આણંદમાં વધી રહેલા કોરોના મહામારી વચ્ચે દર્દીઓને પડતી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્ર અને હોસ્પિટલ બન્ને સાથે મળીને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં આજે બુધવારે ઓક્સિજનની આવી રહેલી ટ્રક માટે હોસ્પિટલની વિશેષ માંગ પ્રમાણે ગ્રીન કોરિડોરની માંગણી તંત્ર પાસે કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આણંદ પોલીસે વાસદથી કરમસદ સુધીના માર્ગને આ ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર બનાવી છે.

ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર
ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર

  • ટ્રક માટે ગ્રીન કોરિડોરની માંગણી તંત્ર પાસે કરવામાં આવી
  • દહેજથી આવી રહેલ ઓક્સિજનની ટ્રક માટે બનાવવામાં ગ્રીન કોરિડોર બનાવાયો
  • વાસદ, આણંદ, વિદ્યાનગરની પોલીસ સાથે DYSP જાડેજા સહિતની ટીમે કામગીરી કરી

આણંદ : રાજ્યમાં વધી રહેલા કોરોના મહામારી વચ્ચે દર્દીઓને પડતી ઓક્સિજનની જરૂરિયાતને પહોંચી વળવા માટે તંત્ર અને હોસ્પિટલ બન્ને સાથે મળીને કામગીરી કરતા નજરે પડી રહ્યા છે. આણંદ જિલ્લામાં સૌથી વધુ કોરોનાના દર્દીઓને સારવાર આપતી કરમસદની શ્રી કૃષ્ણ મેડિકલ હોસ્પિટલમાં આજે બુધવારે ઓક્સિજનની આવી રહેલી ટ્રક માટે હોસ્પિટલની વિશેષ માંગ પ્રમાણે ગ્રીન કોરિડોરની માંગણી તંત્ર પાસે કરવામાં આવી હતી. જેના ભાગ રૂપે આણંદ પોલીસે વાસદથી કરમસદ સુધીના માર્ગને આ ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર બનાવી છે. દર્દીઓ માટે જરૂરી ઓક્સિજનને હોસ્પિટલ સુધી ઝડપથી પહોંચવામાં મદદ પુરી પાડી હતી.

ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર
ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર
આ પણ વાંચો : લુણાવાડામાં સાંસદની ગ્રાન્ટ ફાળવણી બાદ ઓક્સિજન પ્લાન્ટ શરૂ થશેહોસ્પિટલમાં 6 ટનની સંગ્રહ શક્તિવાળી ટાંકીમાં લિક્વિડ ઓક્સિજનને સંગ્રહ કરાશેભરૂચ પાસે આવેલા દહેજની લિંડે કંપનીમાંથી આણંદની કરમસદ હોસ્પિટલમાં ઓક્સિજનનો પૂરવઠો પહોંચાડવામાં આવે છે. સામાન્ય રીતે હોસ્પિટલમાં 6 ટનની સંગ્રહ શક્તિવાળી ટાંકીમાં લિક્વિડ ઓક્સિજનને સંગ્રહ કરવા આવે છે. જે 400થી વધુ કરોના દર્દીઓને પહોંચાડવામાં આવે છે.
ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર
ઓક્સિજનની ટ્રક માટે ગ્રીન કોરિડોર

આ પણ વાંચો : ઓક્સિજનની અછતના કારણે કોરોનાના દર્દીઓના મોત એ ગુનાહિત પ્રવૃત્તિઃ અલ્હાબાદ હાઈકોર્ટ

લિક્વિડ ઓક્સિજનની ટ્રકને કરમસદ પહોંચાડવા માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે માંગ

કરમસદ મેડિકલમાં ઓક્સિજનની જરૂરિયાતને ધ્યાને રાખી હોસ્પિટલ દ્વારા જિલ્લા પ્રશાસનને દહેજથી આવી રહેલી લિક્વિડ ઓક્સિજનની ટ્રકને કરમસદ હોસ્પિટલમાં પહોંચાડવા માટે જરૂરી મદદ મળી રહે તે માટે ગ્રીન કોરિડોર બનાવવા માટે માંગ કરી હતી. જેમાં આણંદ પોલીસ, વાસદ પોલીસ, વિદ્યાનગર પોલીસ સાથે ડિવિઝનના પોલીસ જવાનોને DYSP બી.ડી.જાડેજાના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસની ગાડીઓના કાફલાના એસકોટિંગ સાથે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. જે અંગે હોસ્પિટલના કર્મચારીઓએ તંત્રનો અને પોલીસની કામગીરીનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.