ETV Bharat / state

Anand News : ધર્મજ ગામના સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરતાં આણંદ ડીડીઓ, જૂઓ શું કર્યું હતું - સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી દૂર

આણંદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા નાણાંકીય ગેરરીતિ આચરવા માટે ધર્મજ ગામના સરપંચ અને અસભ્ય વર્તણૂંક માટે ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરાયા છે. ધર્મજમાં ડમ્પિંગ સાઇટ ગેરરીતિ મામલો સામે આવ્યો હતો જેને લઇને આણંદ ડીડીઓ દ્વારા સરપંચ અને ઉપસરપંચને ફરજમોકૂફ કરવામાં આવ્યાં હતાં.

Anand News : ધર્મજ ગામના સરપંચ અને ઉપસરપંચને હોદ્દા પરથી દૂર કરતાં આણંદ ડીડીઓ, જૂઓ શું કર્યું હતું

author img

By

Published : Apr 28, 2023, 9:58 PM IST

આણંદ : ધર્મજના સરપંચ અને ઉપસરપંચને દૂર કરવાની ઘટનાએ જિલ્લામાં ચકચાર જગાવી છે. આ બંનેને ગંભીર પ્રકારની નાણાંકીય ગેરરીતિઓ તથા બજેટ જોગવાઈ કર્યા સિવાય નાણાંકીય ખર્ચ કરવા બદલ ફરજમોકૂફ કરાયા છે. આણંદ જિલ્લા વિકાસ અધિકારી મીલીન્દ બાપનાએ આ પગલાં લીધાં છે.

સરપંચની શું છે વિગત :આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ આણંદ જિલ્લાના ધર્મજ ગામ ખાતે ધર્મજ ગ્રામ પંચાયતની તા. 09/06/2022ની સામાન્ય સભાના ઠરાવથી ગામમાંથી નિકળતા ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ બનાવવા માટે ઠરાવેલ રકમ કરતા વધુની રકમનો ખર્ચ રેકર્ડમાં દર્શાવવામાં આવ્યો હતો. જેની તપાસ કરતાં ગંભીર પ્રકારની ગેરરીતિ થઇ હોવાનું બહાર આવ્યું હતું. જેના પગલે સરપંચ ભાવનાબેન રાકેશકુમાર પટેલને સુપરત થયેલ સત્તાઓ અને ફરજો બજાવવામાં તેઓ કસૂરવાર ઠરતાં સરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો Anand Latest News: રૂપિયા 6 કરોડના ખર્ચે નિર્માણ થનાર બ્રિજનું ખાતમુહૂર્ત કરાયું

ઉપસરપંચનું કારનામું :તેવી જ રીતે પેટલાદ તાલુકા વિકાસ અધિકારીના અહેવાલ મુજબ ધર્મજ ગામના ઉપસરપંચ બિરજુભાઇ ફરસુભાઇ પટેલ સામે ધર્મજ ગ્રામ પંચાયતના સરપંચ, સભ્યો અને અન્ય સ્ટાફ સાથે અસભ્ય અને મનફાવે એવું વર્તન કરવા બદલ તેમના વિરૂદ્ધમાં પેટલાદ રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઇ હતી. જે એફઆઈઆરને અવલોકનમાં લેતાં ઉપસરપંચની ગેરવર્તણૂૂંકને પગલે બિરજુભાઈ ફરસુભાઇ પટેલને ઉપસરપંચના હોદ્દા પરથી દૂર કરવામાં આવ્યા છે.

ડમ્પીંગ સાઇટના કામમાં ગેરરીતિ : ધર્મજ ગામના તલાટી કમ મંત્રીની ફરજો દરમિયાન પી. એસ. પરમાર દ્વારા ધર્મજ ગ્રામ પંચાયતની તા.09/06/2022 ની સામાન્ય સભાના ઠરાવથી ગામમાંથી નીકળતા ઘન કચરાના નિકાલ માટે ડમ્પીંગ સાઇટ બનાવવાની હતી. જે માટે ખાડો કરી સૂરજબા પાર્ક પાસે ખાડા પુરી લેવલીંગ કરવાના ખર્ચ અંગેની ઠરાવ રકમ કરતાં કામના ખર્ચના રેકર્ડની તપાસ કરતા ખાડો ખોદવા અને માટીપુરાણ અને લેવેલીંગ કરવાનો ખર્ચ ઠરાવ કરતા વધુ કરવાની ગંભીર પ્રકારની નાણાંકીય ગેરરીતિ આચરવામાં આવી હોવાનું માનવામાં આવ્યું હતું.

આ પણ વાંચો Corruption in Navsari: સરકારે આપેલી 29 લાખની ગ્રાન્ટ સરપંચ કરી ગયાં ચાઉં, DDOએ કર્યા સસ્પેન્ડ

જોગવાઇઓનુ પાલન કરવામાં નિષ્ફળ તલાટી : નિયમ પ્રમાણે ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી ખર્ચ કરતા અગાઉ આગામી નાણાંકીય વર્ષના અંદાજપત્રમાં તે કામની જોગવાઇ કરવાની રહે છે. જો અંદાજપત્રમાં જોગવાઇ કરેલી ન હોય તો આકસ્મિક કામ કરવાની પરિસ્થિતિ ઉભી થવાના સમયે ગ્રામ પંચાયતે સુધારેલ અંદાજપત્ર મંજૂર કરવાનું રહે છે. તે મુજબ અંદાજપત્રમાં પ્રબંધ કરવામાં આવ્યો ન હોય તેવી કોઇ રકમ તાકીદના પ્રસંગ સિવાય ખર્ચવી નહીં અને ગ્રામ પંચાયતે સ્વભંડોળમાંથી કરવાના વિકાસના કામોના પ્લાન ગ્રામ પંચાયત સભામા તેમજ ગ્રામસભામાં તૈયાર કરવાના હોય છે. પરંતુ ગ્રામ પંચાયત ધર્મજના વર્ષ 2021-22 નું સુધારેલ અને વર્ષ 2022 - 23ના અસલ અંદાજપત્ર જોતા તમામ જરૂરી જોગવાઇઓનું પાલન કરવામાં તલાટી કમ મંત્રી પી.એસ.પરમાર સંપૂર્ણપણે નિષ્ફળ નિવડ્યા હોવાથી તેમને તેમની ફરજો પરથી ફરજમોકુફ કરવામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.