- આણંદ નગરપાલિકાનું બજેટ થયું મંજૂર
- રૂપિયા 103 કરોડની આવક સાથે રૂપિયા 85 લાખની પૂરાંત સાથેનું બજેટ મંજૂર
- નગરપાલિકા પ્રમુખ કોરોના સંક્રમિત હોવાથી ઉપ પ્રમુખે બજેટ સભાના અધ્યક્ષ તરીકે ફરજ બજાવી
આણંદઃ નગરપાલિકાની પ્રથમ સામાન્ય સભા આજે બુધવારે ટાઉન હોલ મળી હતી. આણંદ નગરપાલિકાના ઉપ પ્રમુખ અને સભાના પ્રમુખ છાયાબા ઝાલાએ વર્ષ 2021-22 માંટે બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વર્ષ દરમિયાન ઘરવેરાની આવક તેમજ કર આવક અને સરકારની ગ્રાન્ટો મળી કુલ અંદાજે રૂપિયા 103 કરોડની આવક દર્શાવામાં આવી છે અને વર્ષ દરમિયાન 102 કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે. જ્યારે વર્ષના અંતે રૂપિયા 85 લાખની પુરાંત દર્શાવતું બજેટ રજુ કર્યું હતું. જેને સત્તાધારી અને વિપક્ષ દ્વારા સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ વેરાવળ-પાટણ નગરપાલિકાનું બજેટ મંજૂર: સોમનાથ પાલિકાના નામકરણનો લેવાયો નિર્ણય
બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું
આ બજેટમાં ભાલેજ રોડ ટાંકી પાસે નવો બોરરુમ બનાવવા માટે રૂપિયા 4 લાખ, શહેરના જુદા જુદા વિસ્તારમાં નવી પાણીની પાઈલ લાઈન માટે રૂપિયા 5 લાખ, શહેરમાં જુદા જુદા બોર, કુવા બનાવવા માટે રૂપિયા 11 લાખની ફાળવણી કરવામાં આવી છે. આ બેઠકમાં પક્ષ અને વિપક્ષ દ્વારા શહેરના વિકાસના હિતમાં આજે બુધવારે બજેટને સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ ભુજ નગરપાલિકા દ્વારા 1.24 અબજનું બજેટ રજૂ કરાયું