આણંદ અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર આણંદ લોકલ ક્રાઈમ બ્રાન્ચ પોલીસે આંકલાવડી ગામની સીમમાથી 635 પેટી વિદેશી દારૂ અને બીયરનો જથ્થો ઝડપી પાડ્યો(Anand LCB seized liquor) છે. પોલીસે એક કન્ટેનર સાથે બે શખ્સોને ઝડપી (Anand Local Crime Branch )પાડીને કુલ 30.91 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો વડોદરાથી અમદાવાદ તરફ જતા એક્સપ્રેસ હાઈવે (Vadodara Ahmedabad Express Highway)પરથી એક ઓપન ટેલર કન્ટેનરમાં મોટાપાયે વિદેશી દારૂનો જથ્થો જનાર છે. જેથી પોલીસની ટીમ મહિસાગર નદીના બ્રિજના છેડે આવેલી આંકલાવડી સીમ વિસ્તારમાં વોચમાં ગોઠવાઈ ગયા હતા. આ દરમિયાન એક ઓપન ટેલર કન્ટેનર નંબર જીજે-12, એટી-5468નું આવી ચઢતાં પોલીસે તેને અટકાવ્યું હતુ અને ડ્રાયવરની કેબિનમાં તપાસ કરતા ડ્રાયવર સહિત બે શખ્સો મળી આવ્યા હતા. જેમના નામઠામ પુછતાં મુલારામ ઉર્ફે મુકેશ કિશ્નારામ જગમાલરામ જાખટ (જાટ)રે. બાન્ડ, જિલ્લો બાડમેર, રાજસ્થાન)તેમજ પ્રમકુમાર જેઠારામ થોરી (જાટ) રે. બાન્ડ, જિલ્લો બાડમેર, રાજસ્થાન)ના હોવાનું જણાવ્યું હતુ.
કન્ટેનરમાં કુલ 635 પેટી વિદેશી દારૂ કન્ટેનરને મારેલું શીલ તોડીને તપાસ કરતા અંદર વિદેશી દારૂ બીયરની પેટીઓ મળી આવી હતી. જેથી બન્નેની પાસે વિદેશી દારૂની હેરાફેરી કરવા અંગેના લાયસન્સની માંગણી કરતા તેમની પાસે નહીં હોવાનુ જણાવ્યું હતુ. જેથી કન્ટેનરને વાસદ પોલીસ મથકે લાવવામાં આવ્યું હતું. આ કન્ટેનરમાંથી કુલ 635 પેટી વિદેશી દારૂનો જથ્થો મળ્યો હતો. જેની કિંમત 20,77,148 થવા જાય છે. પોલીસને બન્નેની અંગજડતીમાંથી રોકડા ત્રણ હજાર, બે મોબાઈલ ફોન પણ મળી આવ્યા હતા. જે સાથે કુલ 30,91,148નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
મુદ્રા જવા નીકળ્યા હોવાની કબુલાત બન્નેની પુછપરછ કરતાં ચારેક દિવસ પહેલા ભવરારામે તેમને ફોન કરીને સુરત ભરૂચ હાઈવે પર બોલાવીને ઉક્ત કન્ટેનર આપીને કચ્છના મુદ્રા જવા માટે કહ્યું હતુ. પરંતુ કન્ટેનરને અકસ્માત થતાં રીપેરીંગ કરાવ્યા બાદ ગઈકાલે મુદ્રા જવા નીકળ્યા હોવાની કબુલાત કરી હતી. આ કબુલાતના આધારે પોલીસે ત્રણેય વિરૂદ્ઘ પ્રોહિબિશન ધારાની જુદી-જુદી કલમો હેઠળ ગુનો દાખલ કરીને ભવરારામને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.