- આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. એચ. એલ. ધડુકનું મોત
- તુલસી પર રિસર્ચ કરનારા વૈજ્ઞાનિકનું કોરોનાના કારણે મોત
- 15 દિવસથી કોરોના સંક્રમિત થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા
આ પણ વાંચોઃ અરવલ્લીના નાનાવાડા ગામના નિવૃત્ત PSI અને તેમની પત્નીનું કોરોનાથી મોત
આણંદઃ આણંદમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે હવે અહીં કોરોના સંક્રમિત દર્દીઓની સંખ્યા 3,050ને પાર પહોંચી છે અને મૃત્યુઆંક 17 છે. જોકે, હવે કોરોનાથી આણંદ કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિક ડો. એચ. એલ. ધડુકનું મોત થયું છે. તેઓ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા હતા. તેઓ છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમિત થતા તેમને કરમસદની મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.
આ પણ વાંચોઃ થામણા ગામના સરપંચ રેખાબેન પટેલનું કોવિડની સારવાર દરમિયાન મોત
ડો. ધડુકે હોસ્પિટલમાં મંગળવારે લીધો અંતિમ શ્વાસ
આણંદ જિલ્લામાં કોરોના વાયરસે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનો ભોગ લીધો છે આણંદ કૃષિ યુનિવર્સિટીના ઔષધીય અને સુગંધિત વનસ્પતિ સંશોધન કેન્દ્રના વિભાગીય વડા ડો. એચ. એલ. ધડુકનું કોરોનાના કારણે મોત નીપજ્યું છે. ડો. ધડુક છેલ્લા 15 દિવસથી કોરોના સંક્રમિત થતા કરમસદ મેડિકલ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. આખરે મંગળવારે બપોરે કૃષિ યુનિવર્સિટીના વૈજ્ઞાનિકનું અવસાન થતા યુનિવર્સિટી પરિસરમાં શોકની લાગણી વ્યાપી ગઈ હતી.
ડો. ધડુકનું યોગદાન નોંધનીય રહેશેઃ યુનિવર્સિટીના સત્તાધીશો
ડો. ધડુકે કોરોના કાળમાં તુલસી પર સૌથી વધુ રિસર્ચ કરી વધારેમાં વધારે લોકો તુલસીનું વાવેતર કરે તો કોરોના સંક્રમણમાં તેનો ઉપયોગ થાય તે માટે ખૂબ પ્રયાસો કર્યા હતા, જેના કારણે કોરોના મહામારીમાં ખેડૂતો દ્વારા થતાં ઔષધીય પાકોના ઉત્પાદનમાં નોંધનીય વધારો થયો હતો. સરળ વ્યક્તિત્વ અને ઔષધીય પાકોનો વિશેષ અભ્યાસ ધરાવતા ડો. ધડુક ઔષધીય અને સુગંધીય પાકના ઉત્પાદનમાં વૃદ્ધિ માટે તેમનું યોગદાન નોંધનીય બની રહેશે તેવું યુનિવર્સિટીના સત્તાધીશોનું માનવું છે.