ETV Bharat / state

દાંડી માર્ગ પર બનતા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવા આણંદ કલેકટરની તાકીદ, હવે આ તારીખ અપાઇ - બોરસદ ચોકડી ઓવરબ્રિજ

આણંદની બોરસદ ચોકડી રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ ( Borsad Cross road Over bridge ) બનાવવાનું ત્રણ વર્ષ અગાઉ મંજૂર કરાયું હતું. જો કે 17 ઓગસ્ટ 2022 સુધીની નિયત અવધિમાં આ કાર્ય પૂર્ણ થયું નથી. વિલંબના કારણોને ધ્યાને લઇ આણંદ કલેક્ટરે 30 સપ્ટેમ્બર સુધીમાં કામ પુરું કરી દેવા તાકીદ ( Anand Collector urged to complete over bridge work on Dandi Marg ) કરવામાં આવી છે.

દાંડી માર્ગ પર બનતા ઓવરબ્રિજની કામગીરી પૂર્ણ કરવા આણંદ કલેકટરની તાકીદ, હવે આ તારીખ અપાઇ

author img

By

Published : Sep 7, 2022, 6:11 PM IST

આણંદ ગુજરાતમાં રેલ માર્ગોને ફાટકમુકત બનાવવાના અભિયાન ( Drive to make rail ways gate free ) અંતર્ગત આણંદની બોરસદ ચોકડીએ રેલવે ક્રોસિંગ ઉપર ઓવરબ્રિજ ( Borsad Cross road Over bridge )બનાવવાનું ત્રણ વર્ષ અગાઉ મંજૂર કરાયું હતું. જો કે 17 ઓગસ્ટ 2022 સુધીની નિયત અવધિમાં આ કાર્ય પૂર્ણ થયું નથી. રેલ મંત્રાલય તરફથી મંજૂરી ન મળતાં અને લોટિયા ભાગોળ તરફેના માર્ગો પરના દબાણો ન હટવા સહિતના કારણોસર ઓવરબ્રિજની કામગીરી હજી સુધી પૂર્ણ થઇ શકી નથી.

આણંદ કલેક્ટરે 30 સપ્ટેમ્બર સુધીમાં કામ પુરું કરી દેવા તાકીદ કરી

ઓવરબ્રિજ તૈયાર કરી દેવા અલ્ટિમેટમ આ મામલે તાજેતરમાં કલેકટર દ્વારા બેઠક બોલાવીને એજન્સીને 30 સપ્ટેમ્બર સુધીમાં ઓવરબ્રિજ તૈયાર કરી દેવા અલ્ટિમેટમ ( Anand Collector urged to complete over bridge work on Dandi Marg ) આપ્યું છે.. જેથી જીટોડિયા, સોજીત્રા રોડ અને લોટિયા ભાગોળથી ઓવરબ્રિજ પરના માર્ગની રાતદિવસ કામગીરી ચાલી રહ્યાનું જોવા મળે છે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળ દરમ્યાન ટ્રેનોની અવરજવર બંધ હતી. આ સમયનો સદ્દપયોગ કરીને રેલ ક્રોસિંગ ઉપર પુલના સ્લેબ સહિતની કામગીરી વહેલાસર નિપટાવી શકાઇ હોત. પરંતુ સંલગ્ન તંત્ર સહિત રાજકીય નેતાઓનું ધ્યાન પણ તે તરફે સમયસર ગયું ન હતું. છેલ્લા ચારેક માસથી આ ઓવરબ્રિજની કામગીરી ( over bridge work on Dandi Marg ) મામલે પખવાડિક ચર્ચાઓનો દોર ચાલી રહ્યો છે.

એજન્સીને બે વર્ષની મુદ્દત અપાઇ હતી વિભાગના સૂત્રોનુસાર આણંદની બોરસદ ચોકડીએ આવેલ આણંદ ખંભાત રેલ લાઇન પર ટ્રેનોની અવરજવરના સમયે ટ્રાફિક જામની સમસ્યાને નિવારવા ઓવરબ્રિજ મંજૂર કરાયો હતો. જેમાં એજન્સીને બે વર્ષની મુદ્દત અપાઇ હતી. જે ગત 17 ઓગસ્ટ 2022ના રોજ પૂર્ણ થઇ હતી. જેથી કલેકટર દ્વારા મીટીંગ બોલાવીને દરખાસ્ત કરી હતી. જેને મંજૂરી મળતા ઓવરબ્રિજની કામગીરી કરનાર એજન્સીને 30 સપ્ટેમ્બર સુધીમાં ઓવરબ્રિજ તૈયાર કરી દેવા સૂચના ( Anand Collector urged to complete overbridge work ) આપવામાં આવી છે.

આણંદ નગરપાલિકા દ્વારા સપાટાબંધ કામ મહત્વનું છે કે મળેલી સૂચનાના ભાગરુપે દાંડી વિભાગ દ્વારા બોરસદ ચોકડી ઓવરબ્રિજ ઝડપથી બને તે માટે સ્ટ્રીટ લાઇટો તૈયાર કરવામાં આવી છે. આણંદ પાલિકા ( Anand Municipality 0 દ્વારા તેનું વીજ કનેકશન અપાશે. હાલમાં ઓવરબ્રિજના મધ્ય ભાગથી જીટોડિયા તરફ, સોજીત્રા રોડ તરફ અને લોટેશ્વર મહાદેવ તરફનો માર્ગ બનાવવાની ઝડપભેર કામગીરી ચાલી રહી છે. બીજી તરફ બ્રિજની નીચેની તરફના સર્વિસ રોડને પણ અવરજવર માટે સરળ બનાવવામાં આવી રહ્યો છે. જેમાં પાકો ડામર રોડ, પેચવર્ક, વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઇન બનાવવામાં આવી રહ્યા છે.

રેલવે ક્રોસિંગ પરના બ્રિજના સ્લેબ સહિતની બાકી કામગીરીમાં વધી ગતિ આણંદના બોરસદ ચોકડી ઓવરબ્રિજ ( Borsad Cross road Over bridge ) માટેની કામગીરીમાં રેલવે તંત્ર દ્વારા રેલવે ક્રોસિંગ પરથી ઓવરબ્રિજ માટેની મંજૂરી આપવામાં એક વર્ષનો સમયગાળો કાઢી નાખ્યો હતો. જેથી કોન્ટ્રાકટની અવધિમાં ઓવરબ્રિજ તૈયાર થઇ શકયો નથી. જો કે રેલવે મંત્રાલય દ્વારા મંજૂરી મળ્યા બાદ ક્રોસિંગ ઉપરના બ્રિજના સ્લેબ સહિતની કામગીરીમાં ગતિ ( over bridge work on Dandi Marg ) આવ્યાનું જોવા મળે છે. જો કે રેલ તંત્રએ કોરોના સમયે જ મંજૂરી આપી દીધી હોત તો કદાચ સમય મર્યાદા કરતા વહેલો ઓવરબ્રિજ તૈયાર થઇ શકયો હોત.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.