- રાજ્યમાં ચાર જિલ્લામાં હાથ ધરવામાં આવી ડ્રાય રન
- આણંદ જિલ્લામાં ત્રણ બુથ બનાવી ડ્રાય રનની કામગીરી હાથ ધરવામાં આવી
- 75 ડમી લાભાર્થીઓને કરવામાં આવ્યાં સામેલ, કલેકટર પણ બન્યાં ડમી લાભાર્થી
- કલેક્ટર દ્વારા કરવામાં આવ્યું ડ્રાય રનનું અવલોકન
આણંદઃઆણંદ જિલ્લામાં ત્રણ રસીકરણ કેન્દ્રો બનાવવી ડમી લાભાર્થીઓને રસી મુકવાની મોકડ્રીલ કરવામાં આવી હતી. જેમાં આણંદ જિલ્લા કલેકટર આર જી ગોહિલે પણ ડમી લાભાર્થી બની આરોગ્ય વિભાગની આ ડ્રાય રનમાં ભાગ લઈ સમગ્ર પ્રક્રિયાનું અવલોકન કર્યું હતું.
- 50 વર્ષ કરતા મોટી ઉમરના નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે
આણંદ જિલ્લા કલેકટર આર જી ગોહિલ દ્વારા આ ડ્રાય રન વિશે માહિતી આપતા જણાવ્યું હતું કે, આણંદ જિલ્લામાં સરકારના સૂચન મુજબ ડ્રાય રનનું આયોજન કરવાં માં આવ્યું હતું, આણંદ જિલ્લામાં આગામી સમયમાં જ્યારે કોવિડ વેક્સિનની કામગીરી હાથ ધરવામાં આવશે. જેમાં 4,17000 જેટલા 50 વર્ષ કરતા મોટી ઉમરના નાગરિકોને પ્રાથમિકતા આપવામાં આવશે. સાથે,5000 જેટલા 50 વર્ષ કરતા ઓછી ઉંમર ધરાવતા કોમોર્બિડ નાગરિકો અને ફ્રન્ટ લાઈન વોરિયરને પણ પ્રાથમિકતાથી આવરી લેવામાં આવશે.
- લાભાર્થીને sms થકી અપોઈન્મેન્ટ આપી રસીકરણ કેન્દ્ર પર બોલાવવામાં આવશે
કલેકટરે વધુમાં જણાવ્યું હતું કે આવનાર સમયમાં જ્યારે કોવિડની રસીકરણની કામગીરી હાથ ધરવામાં આવશે ત્યારે તાલુકા મથકે પ્રથમ કેન્દ્રો શરૂ કરી રસીકરણની કામગીરી કરવામાં આવશે. લાભાર્થીને sms થકી અપોઈન્મેન્ટ આપી રસીકરણ કેન્દ્ર પર બોલાવવામાં આવશે અને સોસીયલ ડિસ્ટન્સિંગ અને માસ્કના નિયમોનું પાલન કરાવી કોવિડ 19 સામે રક્ષણ આપતી રસી આપવામાં આવશે.
આણંદ કલેક્ટર બન્યા ડમી લાભાર્થી - Dummy
જ્યારે કોરોના મહામારી સામે ઝઝૂમી રહ્યો છે, ત્યારે આગામી દિવસોમાં હવે પ્રજામાં કોરોનાથી બચવા વેક્સિનને લઈને એક આશા બંધાઈ છે, સરકાર દ્વારા આગામી સમયમાં કોવિડ 19 વાયરસની રસીકરણની તજવીજ રાજ્ય વ્યાપી ધોરણે હાથ ધરવામાં આવનાર છે, જેના ભાગરૂપે હાથ ધરવામાં આવી રહેલી ડ્રાય રનની પ્રક્રિયા આણંદ જિલ્લામાં હાથ ધરવામાં આવી હતી.
આણંદ કલેકટર બન્યા ડમી લાભાર્થી