મુંબઈ ખાતે યોજાયેલ સમારંભમાં આણંદ કૃષિ યુનિવર્સિટીની આઈ ખેડૂત એપ્લિકેશનને એવોર્ડ એનાયત કરાયો હતો. યુનિવર્સિટીના ડિરેક્ટર ડૉ. ધવલ કથીરિયા અને ડિરેક્ટર ઓફ સ્ટુડન્ટ વેલ્ફેર ડૉક્ટર ડી.એચ.પટેલ ઉપસ્થિત રહીને એવોર્ડની સ્વીકૃતિ કરી હતી. આઇ ખેડુત માળખામાં સમાવિષ્ટ તમામ એપ્લિકેશન ગુજરાતી ભાષામાં તૈયાર કરાઈ છે. જેથી છેવાડાના ગામમાં રહેતો ખેડૂતો કે પશુપાલક સરળ રીતે એપ્લિકેશનનો ઉપયોગ કરીને જરૂરી માહિતી મેળવી શકે. 21મી સદીના આધુનિક યુગમાં કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલી કુલ 100 કરતાં પણ વધારે એપ્લિકેશનો આજે સમગ્ર દેશમાં બે લાખ કરતાં વધુ ખેતી સાથે સંકળાયેલ વ્યક્તિઓ ઉપયોગ કરી રહ્યા છે. ખેડૂતો સાથે સાથે વિદ્યાર્થીઓને પણ આ એપ્લિકેશન તેટલી જ ઉપયોગી નીવડે છે.
આણંદ કૃષિ યુનિવર્સિટીની 'Eye Farmer' એપને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા વિકસાવવામાં આવેલ આ એપ્લિકેશન થકી ખેતીવાડીને લગતા પ્રશ્નો તથા પશુપાલનને લગતી મૂંઝવણોનો ફક્ત એક ક્લિકમાં જ જવાબ મળી જાય છે. જે તે વિષયના વિદ્વાનો વૈજ્ઞાનિકો આ એપ્લિકેશન સાથે લિંક કરાયા છે. જેથી વિષયને લગતી મૂંઝવણનો સીધો જ પ્રશ્ન વૈજ્ઞાનિકોને તથા ગુજરાત સરકારને પણ પૂછી શકાય. પુછાયેલા સવાલનો સચોટ જવાબ વૈજ્ઞાનિક અથવા સરકાર આપને સીધો જ આપના મેલ આઇડી તથા મોબાઇલ પર આપી શકે છે. આ એપ્લિકેશનના ઉપયોગ થી પાક અને તેને પહોંચતા નુકસાનના વિડીયો તથા ફોટોગ્રાફ સીધા જ વૈજ્ઞાનિકને મોકલી શકાય છે. ખેડૂતોમાં લોકપ્રિય બનેલી આ એપ્લિકેશનને મુંબઈ સ્થિત એક કાર્યક્રમમાં સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક એપ્લિકેશનથી બિરદાવવામાં આવી હતી.
આણંદ કૃષિ યુનિવર્સિટીની 'Eye Farmer' એપને મળ્યો રાષ્ટ્રીય પુરસ્કાર આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા ઇન્ફોર્મેશન ટેકનોલોજી ડિપાર્ટમેન્ટના અંતર્ગત વિકસાવવામાં આવેલ આઈ ખેડૂત એપ્લિકેશનમાં 100 કરતાં વધારે એપ્લિકેશનો વિકસાવવામાં આવી છે. જે અંતર્ગત ખેડૂતોને મૂંઝવણના સચોટ જવાબ નિષ્ણાંતો થકી આપવામાં આવે છે જેથી ખેડૂતોની મુસીબતોમાં ખૂબ જ ઘટાડો થવા પામ્યો છે. આવનાર ભવિષ્યમાં ટેકનોલોજીના ઉપયોગ થકી સાચું માર્ગદર્શન પૂરું પાડવાનું આ એક ઉત્તમ ઉદાહરણ આણંદ કૃષિ યુનિવર્સિટી દ્વારા સમાજને આપવામાં આવ્યું છે.