ETV Bharat / state

લગ્નનો માહોલ માતમમાં છવાયો, સામાન્ય બાબતે કાકાના હાથે થઈ ભત્રીજાની હત્યા

author img

By

Published : Jun 21, 2021, 10:51 PM IST

આણંદ જિલ્લાના વીરસદ ગામની સીમ વિસ્તારમાં ગત શનીવારના રોજ રાત્રીના સુમારે શુભ પ્રસંગ નિમિત્તે ચુલો ખોદવા બાબતે સગા કાકા-ભત્રીજા વચ્ચે થયેલી બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં કાકાના હાથે ભત્રીજાની હત્યા થઈ ગઇ હતી. જે બાદ કાકાએ પણ ઝેરી દવા પી આત્મહત્યાની કોશીષ કરતાં તેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. અચાનક બનેલી આ ઘટનાથી ઘરમાં લગ્નના માહોલ માતમમાં છવાઇ ગયો હતો. આ અંગે વીરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.

લગ્નનો માહોલ માતમમાં છવાયો
લગ્નનો માહોલ માતમમાં છવાયો
  • લગ્નનો માહોલ માતમમાં છવાયો
  • કાકાના હાથે થઈ ભત્રીજાની હત્યા
  • રસોડા માટે ચૂલો ખોદવા અંગે થયેલી માથાકૂટે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું

આણંદઃ બોરસદ તાલુકાના વીરસદ ગામમાં આવેલા ખોડીયારપુરા સીમ વિસ્તારમાં રહેતા અરવિંદભાઈ ઉર્ફે જગદીશભાઈ નાનજીભાઈ ઠાકોરની બહેનના લગ્ન હોવાથી પરિવાર પ્રસંગની તૈયારીઓમાં જોડાયો હતો. આ દરમ્યાન ગત શનિવારે રાત્રીના સુમારે ઘરના શુભ પ્રસંગેને લઇ રસોઇ બનાવવા માટે રસોડું ઉભું કરવા ઘરની બહાર ચુલો બનાવવા માટે અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ તથા અન્ય માણસો ઘરની બહાર ખાડો ખોદવા માટે ઉભા હતા. આ દરમ્યાન અરવિંદભાઈ અને કાકા પુનમભાઈ વચ્ચે ચુલાનો ખાડો ખોદવા બાબતે સામાન્ય બોલાચાલી થઇ હતી.

ભત્રીજાને બ્રેનહેમરેજ થતા થયું અવસાન

કાકા- ભત્રિજા વચ્ચે થયેલી સામાન્ય બોલાચાલીએ અચાનક ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. જેમાં ઉશ્કેરાયેલા કાકાએ ભત્રીજાને પેઢામાં લાત મારી દેતાં ભત્રીજો અરવિંદ જમીન પર ફસડાઇ પડ્યો હતો. જ્યાં જમીન ઉપર મુકેલું તપેલુ અરવિંદને માથામાં પાછળના ભાગે વાગતાં ત્યાં જ બેભાન થઈ ગયો હતો. અચાનક બનેલી આ ઘટનાથી બુમાબુમ થતાં ઘરના સભ્યો અને મહેમાનો દોડી આવ્યાં હતા. ઈજાગ્રસ્ત અરવિંદને તાત્કાલિક સારવાર માટે ધર્મજની હોસ્પીટલમાં લઈ ગયા હતા. ત્યાંથી વધુ સારવાર માટે પેટલાદની સિવિલ હોસ્પીટલમાં ખસેડવા જતાં રસ્તામાં અરવિંદે દમ તોડી દીધો હતો. પેટલાદ હોસ્પિટલમાં ફરજ પરના તબીબે ઈજાગ્રસ્ત અરવિંદને તપાસ્યા બાદ મૃત જાહેર કર્યો હતો. ઘટનાની જાણ વીરસદ પોલીસને રવિવારે સવારે થતાં પોલીસ પણ ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને મરણ જનારના સબંધીની ફરિયાદને આધારે વિરસદ પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ વડોદરા: લસુન્દ્રા ગામે સામાન્ય બોલાચાલીમાં હત્યા

કાકાને પણ લાગી આવતા કરી આત્મહત્યાની કોશીષ

શુભ પ્રસંગમાં કાકા-ભત્રિજાના ઝગડાએ ઘરમાં ખુશીઓ વચ્ચે માતમનો માહોલ ઉભો કર્યો હતો. ભત્રિજાના અવસાનથી કાકાને લાગી આવતાં તેણે પોતે પણ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયત્ન કર્યો હતો. પરિવારના સભ્યોને પુનમભાઈએ ઝેરી દવા પી લીધી હોવાની જાણ થતાં તેમને પણ સારવાર માટે કરમસદની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવામાં આવ્યાં હતા. જ્યાં તેમની હાલત પણ ગંભીર હોવાનું જાણવા મળી રહ્યું છે.

આગામી દિવસોમાં વધુ પુછપરછ હાથ ધરાશે

આ કેસની તપાસ ચલાવી રહેલા પીએસઆઈ જે. પી. મહેતાએ જણાવ્યું હતું કે, પુનમભાઇને ભત્રીજાના મોતની જાણ થતાં મનમાં લાગી આવ્યું હતું. જેથી કાકાએ પણ પણ ઝેરી પદાર્થ પી આત્મહત્યાની કોશીષ કરી હતી. જેઓની હાલ સારવાર ચાલી રહી છે. આગામી દિવસોમાં આ અંગે વધુ પુછપરછ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આ પણ વાંચોઃ સુરતમાં સામાન્ય બોલાચાલીએ એકનો જીવ લીધો

લગ્નના ગણતરીના કલાકો પહેલાં જ બની ઘટના

પ્રાપ્ત માહિતી અનુસાર મૃતક અરવિંદભાઇને બે સંતાનો છે. તેના પરિવારમાં તેના માતા-પિતા સાથે નાનોભાઇ અને બહેન કિંજલ છે. તેની મોટી બહેનના લગ્ન થોડા વર્ષો અગાઉ થઇ ગયાં હતાં. નાની બહેનના લગ્ન નજીકમાં હોઇ ઘરમાં ખુશીઓનો માહોલ હતો. તેવામાં લગ્નના ગણતરીના કલાકો પહેલાં સગા કાકાના હાથે ભત્રિજા અરવિંદની હત્યા થઇ જતાં ખુશીઓના માહોલ માતમમાં છવાઇ ગયો હતો. પુનમ અરવિંદના પિતાનો સગો ભાઇ છે. જેની પત્નિ વર્ષો અગાઉ અગમ્ય કારણોથી ઘર છોડી નીકળી ગઇ હતી. હાલ પુનમ એકલો જીવન જીવે છે અને ખેત મજૂરી કરી પોતાનું ગુજરાન ચલાવે છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.