- અમુલ ડેરી દ્વારા નવી સિસ્ટમ અમલમાં મુકવામાં આવી
- અંદાજીત 14 જેટલા ટેન્કરમાં ફિટ કરવામાં આવ્યું મશીન
- ઓટોમેટિક સેમ્પલ કલેક્ટર યુનિટ દ્વારા કરાઈ રહ્યું છે કામ
આણંદ : અમુલ ડેરી તેની સ્થાપનાનાં 75માં વર્ષની ઉજવણી કરી રહી છે. દેશમાં દૂધ ક્ષેત્રે સહકારી મંડળી ( Milk Cooperative Society ) રચીને શરૂ કરવામાં આવેલી આણંદ સ્થિત અમુલ ડેરી ( Amul Dairy ) આજે વિશ્વસ્તરે નામના ધરાવી રહી છે. ડેરીમાં ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ થકી ઘણા કામમાં સરળતા ઉભી કરી કરાઈ છે. અંદાજીત 1200 જેટલી દૂધ મંડળીઓમાંથી આવતા 25 લાખ લીટર જેટલા દૂધની દૈનિક આવક ધરાવતી અમુલ ડેરીમાં દૂધની ગુણવત્તા અને ફેટને સુનિશ્ચિત કરવા નવી ટેકનોલોજી અમલમાં મૂકવામાં આવી છે. મિલ્ક કલેક્શન ટેન્ટરમાં એક આધુનિક ઓટોમેટિક મિલ્ક સેમ્પલ કલેક્ટર યુનિટ ( Automatic Sample Collector Unit ) ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે.
અમુલ 25 લાખ લીટર દૂધનું વ્યવસ્થિત નિયમન
અમુલ દ્વારા વિકસાવવામાં આવેલી નવી ઓટોમેટિક મિલ્ક સેમ્પક કલેક્શન યુનિટ વિશે એક્સક્લૂઝિવ માહિતી આપતા અમુલ ડેરીના મેનેજિંગ ડિરેક્ટર અમિત વ્યાસે ( Managing Director Amit Vyas ) જણાવ્યું હતું કે, અમુલ છેલ્લા 75 વર્ષથી પશુપાલકોના વિશ્વાસ અને ખેડૂતોને નફો આપવાના ઉદેશ્ય સાથે કામ કરી રહી છે. 40 જેટલા પ્લાન્ટમાં 2000 જેટલા કર્મચારીઓ 2.5 લાખ કરતા વધારે સભાસદો દ્વારા દૈનિક ભરવામાં આવતા 25 લાખ લીટરનું વ્યવસ્થિત નિયમન કરી અમુલના કરોડો ગ્રાહકો સુધી પહોંચાડવાની પ્રણાલીનું સફળ સંચાલન કરે છે.
આ પણ વાંચો: આણંદ બાદ રાજકોટમાં Amul, 135 એકરમાં નિર્માણ કરાશે
અમુલ દ્વારા કાયમ નવતર પ્રયોગો
અમુલ ડેરી ટેકનોલોજી અને ડિજિટલ સિસ્ટમ વિકસાવી દૈનિક લાખો લીટર દૂધના આવાગમનનું સુવ્યવસ્થિત નિયમન કરવા માટે કાયમ નવતર પ્રયોગ કરતું આવ્યું છે. ત્યારે, મિલ્ક કલેક્શન ટેન્ટરમાં એક આધુનિક ઓટોમેટિક મિલ્ક સેમ્પલ કલેક્ટર યુનિટ ઇન્સ્ટોલ કરવામાં આવ્યું છે. જે અમુલનો એક નવતર પ્રયોગ છે અને તેમાં અમુલને સફળતા મળી છે.
મેન્યુઅલી રીતે લેવામાં આવતા હાતા સેમ્પલ
અમુલ ડેરીમાં દૈનિક 1200 કરતા વધારે દૂધ મંડળીનું અંદાજીત 25 લાખ લીટર દૂધના વહન માટે ડેરી દ્વારા 150 કરતા વધારે મિલ્ક કલેક્શન ટેન્કર્સને સુનિશ્ચિત રૂટ અનુસાર દોડાવવામાં આવે છે. મંડળી પર એકત્ર કરવામાં આવેલા દૂધનું પ્રત્યેક મંડળી પહેલા મેન્યુઅલી સેમ્પલ સ્ટાફ દ્વારા એકત્ર કરવામાં આવતા હતા. મંડળીમાંથી કેટલા લીટર દૂધ એકત્ર કરી અમુલમાં ભરવામાં આવતા દૂધની કર્મચારી દ્વારા નોંધ કરવામાં આવતી હતી.
કલેક્શનની કામગીરી મશીન દ્વારા શરુ કરાઈ
કર્મચારીઓ દ્વારા એકત્ર કરાયેલા હજારો સેમ્પલ અમુલ ડેરીમાં લાવવામાં આવ્યા બાદ તેનું લેબોરેટરીમાં ગુણવત્તાની ચકાસણી કરવામાં આવતી હતી. જેના વિકલ્પ સ્વરૂપે વિદેશથી આયાત કરેલી ઓટોમેટિક મિલ્ક સેમ્પલ કલેક્ટર યુનિટની મદદથી આ સમગ્ર કામગીરી ફક્ત એક મશીનની મદદથી કરવાની શરૂઆત કરવામાં આવી છે.
આ પણ વાંચો: ડેરી ઉદ્યોગમાં કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા અમુલે કર્યા કારગર પ્રયત્ન
150 માંથી 14 જેટલા ટેન્કરમાં લગાવાઈ સિસ્ટમ
અમુલ દ્વારા તેના 150 માંથી 14 જેટલા ટેન્કરમાં આ સિસ્ટમ ઇન્સ્ટોલ કરી દેવામાં આવી છે. વિદેશની ટેકનોલોજીને અપનાવી દેશમાં આ પ્રકારની સિસ્ટમ બનાવી અમુલ ડેરી તેના અન્ય ટેન્કર્સમાં આ પ્રકારની સિસ્ટમ લગાવશે, જેથી આત્મનિર્ભર ભારત, મેડ ઇન ઇન્ડિયા અને મેક ઈન ઇન્ડિયાને પણ વેગવાન બનાવી શકાશે. અમુલ ડેરી દ્વારા લગાવેલી આ ડિજિટલ કમ યુનિક ટેકનોલોજીના કારણે આજે દૂધના કુલ જથ્થામાંથી મશીન તેની જાતે નિશ્ચિત પ્રોગ્રામ અનુરૂપ દૂધના સેમ્પલ એકત્ર કરી લે છે. દરેક ટેન્કરમાં લાગેલા યુનિટમાં દૂધને લેબોરેટરી સુધી પહોંચાડવામાં સેમ્પલની ગુણવત્તા જળવાઈ રહે તે રીતની સિસ્ટમ વિકસાવવામાં આવી છે. આ સાથે જ એક પ્રોગ્રામ સાથેનું ટેબ્લેટ પણ આ સિસ્ટમમાં મુકવામાં આવ્યું છે. જેની મદદથી મંડળીઓમાંથી એકત્ર કરેલા દૂધના જથ્થા અને તેના જરૂરી ડેટા અમુલને મળી રહેશે.
ટેન્કરના રૂટને GPS મેપિંગ પર લેવાયા
અમુલ દ્વારા ટેકનોલોજીની મદદથી 150 ટેન્કરના રૂટને GPS મેપિંગ પર લઈને વાર્ષિક 72,000 કિલોમીટર જેટલા ઇંધણની બચત કરવામાં આવી રહી છે. આ સાથે અમિત વ્યાસના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં દૂધના ટેન્કર્સમાં ડીઝલને બદલે CNG ટેન્કરો ઉપયોગ કરવા માટેની કામગીર ચાલી રહી હોવાની જાણકારી આપવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, જે પ્રમાણે વાતાવરણમાં સતત બદલાવને કારણે આગામી દિવસોમાં ગ્રીન એનર્જીના ઉપયોગને ઉદ્યોગિક ક્ષેત્રે પ્રાધ્યાન આપવામાં આવશે. આથી, તે પૂર્વે જ અમુલ ડેરીએ ગ્રીન એનર્જી માટે કામગીરી શરૂ કરી દીધી છે.
આ પણ વાંચો:Amul Milk Price Hike : 1 જુલાઈથી અમૂલ દૂધ 2 રૂપિયા મોંઘુ મળશે
પશુપાલકો અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ
આગામી સમયે ટેકનોલોજી ડિજિટલ અપડેશન અને રીન્યુએબલ એનર્જીના ઉપયોગ પર કામ કરી પશુપાલકો અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિને સફળ બનાવવા માટેના પ્રારંભિક કાર્યો માટે કામગીરી શરૂ કરી હોય તેમ જણાઈ રહ્યું છે.