ETV Bharat / state

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ અમિત ચાવડાની પ્રતિક્રિયા - મહાનગરપાલિકાની ચૂંટણી

23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયેલા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં જાહેર થયેલા પરિણામો અપેક્ષાઓ કરતાં વિપરીત પરિણામ છે.

Amit Chavdas reaction
Amit Chavdas reaction
author img

By

Published : Feb 23, 2021, 10:56 PM IST

  • મહાનગરપાલિકાના પરિણામો પર અમિત ચાવડાએ આપી પ્રતિક્રિયા
  • ગામડામાં પ્રજા કોંગ્રેસ સાથે છે અને કોંગ્રેસને સમર્થન મળી રહ્યું છે : અમિત ચાવડા
  • અપેક્ષા કરતા વિપરીત પરિણામ આવ્યાં : અમિત ચાવડા

આણંદ : 21 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી 6 કોર્પોરેશની ચૂટણીના પરિણામ 23 ફેબ્રુઆરીના રોજ જાહેર થયાં હતાં. 6 મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પ્રતિક્રિયા આપી હતી. અમિત ચાવડાએ જણાવ્યું હતું કે, મહાનગરપાલિકાઓમાં જાહેર થયેલા પરિણામો અપેક્ષાઓ કરતાં વિપરીત પરિણામ છે. કોંગ્રેસ એક વિચારધારા સાથે ચાલતો પક્ષ છે અને આગામી સમયમાં કોંગ્રેસ તેના સિદ્ધાંતો સાથે આગળ વધશે. આ સાથે જ આજે જાહેર થયેલા મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામો બાદ જ્યારે સ્થાનિક કક્ષાએથી કોંગ્રેસના આગેવાનોએ રાજીનામાં આપવાની ઘટનાઓ બની છે, ત્યારે પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ મળેલા રાજીનામાં બાબતે જે તે વિસ્તારની હાર અને તેની પાછળના સાચા કારણો ચકાસવા અંગેની તપાસ કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે, તેમ જણાવ્યું હતું.

મહાનગરપાલિકાની ચૂંટણીના પરિણામ બાદ અમિત ચાવડાની પ્રતિક્રિયા

વર્ષ 2015 કરતાં પણ વધારે સમર્થન આ ચૂંટણીમાં ગ્રામ્ય જનતા કોંગ્રેસને આપશે

આગામી સમયમાં આવી રહેલી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણી માટે ઉમેદવારોને ભારે બહુમતીથી જીતાડવા માટે પ્રચાર ચાલી રહ્યો હોવાનું પણ અમિત ચાવડાએ જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંગે જણાવતા પ્રદેશ પ્રમુખે જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં કોંગ્રેસને હજૂ પણ ખૂબ મોટું સમર્થન મળી રહ્યું છે. વર્ષ 2015 કરતાં પણ વધારે સમર્થન આ ચૂંટણીમાં ગ્રામ્ય જનતા કોંગ્રેસને આપશે અને ભારે બહુમતી સાથે વિજયી બનાવશે, તેવો તેમને આશાવાદ વ્યક્ત કરતાં મોંઘવારી, ભ્રષ્ટાચાર, મંદી, કોરોના મહામારી, બેરોજગારી અને ખેડૂતોના પ્રશ્નોને લઇને ગ્રામ્યકક્ષાએ લોકો જાગૃત બન્યાં છે. જે કોંગ્રેસને ભારે બહુમતી સાથે વિજય બનાવશે, તેવી રજૂઆત તેમને કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.