- ખંભાત તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા વિકાસ લક્ષી કામોને વેગ
- ધારાસભ્ય દ્વારા ગોલાણા પંચાયતનું ખાતમુર્હૂત
- રૂપિયા 22 લાખના ખર્ચે ગોલાણા સુવિધા પથનું ખાતમુર્હૂત
આણંદઃ ખંભાત તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ધારાસભ્ય દ્વારા વિકાસ લક્ષી કામોને વેગ મળ્યો છે, ત્યારે ખંભાત તાલુકાના ગોલાણા ગામથી વાડી વિસ્તાર સુધીના નોન-પ્લાન રસ્તા તેમજ ગોલાણા નવીન પંચાયત ઘરનું ખાતમુર્હૂત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત ગોલાણા ડિસ્ટ્રીબ્યુટરમાં 10 કરોડ 31 લાખ જેટલી માતબર રકમ વિકાસલક્ષી કામો માટે ધારાસભ્યએ ઉચ્ચકક્ષાએથી મંજૂર કરાવતા સ્થાનિક રહીશોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
ધારાસભ્ય મયુર રાવલના હસ્તે વિકાસ લક્ષી કામોનું ખાતમુર્હૂત
ગુજરાત રાજ્ય સરકારના નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ દ્વારા ખંભાત ધારાસભ્યની રજૂઆતને પગલે રૂપિયા 1 કરોડ 40 લાખના ખર્ચે ખંભાત તાલુકાના ગોલાણા ગામથી વાડી વિસ્તાર સુધી નોન-પ્લાન રસ્તો તેમજ રૂપિયા 22 લાખના ખર્ચે ગોલાણા સુવિધા પથ ઉપરાંત રૂપિયા 14 લાખના ખર્ચે પંચાયતનું ખાતમુર્હૂત 108 ખંભાત વિધાનસભાના ધારાસભ્ય મયુર રાવલના હસ્તે કરવામાં આવ્યું હતુ.
ગ્રામજનોમાં આનંદની લાગણી
આ પ્રસંગે કોરોના પ્રોટોકોલને ધ્યાનમાં લઇ માત્ર સરપંચ, ડેલીગેટ જહુભાઈ મકવાણા જશવંત પરમાર અજીતસિંહ ગોહિલ મદારસંગ ભુરાભાઇ ભરવાડ જેવા ગણતરીના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉપરાંત ગોલાણા ડિસ્ટ્રીબ્યુટરમાં લગભગ 10 કરોડ 31 લાખ જેટલી માતબર રકમ ધારાસભ્યની ઉચ્ચ રજૂઆતને પગલે મંજૂર થતાં ગ્રામજનોમાં આનંદની લાગણી વ્યાપી હતી.
ધારાસભ્ય મયુર રાવલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો
આ અંગે ધારાસભ્ય મયુર રાવલ જણાવ્યું હતું કે, ખંભાતમાં ગ્રામ્ય વિસ્તારમાં ગોલાણા રોહીણી કંસારી જેવા અનેક ગામોના સીમ વિસ્તારને જોડતા રસ્તાઓ, પંચાયત ઘરોના નિર્માણ અર્થે મેં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલને રજૂઆત કરી હતી. જેના ફળ સ્વરૂપે અનેક વિસ્તારના રસ્તાઓ તેમજ નવીન પંચાયત ઘરોના નિર્માણ અર્થે મોટી સંખ્યામાં ગ્રાન્ટ ફાળવવામાં આવી છે. જેને લઇ મયુર રાવલે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનો આભાર વ્યક્ત કર્યો હતો.