ETV Bharat / state

Rain in Borsad: મહિલા મામલતદારે 'નારી તું નારાયણી'નું ઉદાહરણ પાડ્યું પૂરું

બોરસદના મહિલા મામલતદારે માતૃ વાત્સલ્યનું (Rain in Borsad) પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું હતું. વિદ્યા ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી સરકારી ગાડીમાં આશ્રય સ્થાનમાં પહોંચાડી હતી. વિપતની ઘડીમાં મહિલા (Borsad Mamlatdar Humanitarian work) મામલતદારે માનવતાનું સરાહનીય કાર્યને માતા અને દીકરી લાગણી વ્યક્ત કરી હતી.

Rain in Borsad: મહિલા મામલતદારે 'નારી તું નારાયણી'નું ઉદાહરણ પાડ્યું પૂરું
Rain in Borsad: મહિલા મામલતદારે 'નારી તું નારાયણી'નું ઉદાહરણ પાડ્યું પૂરું
author img

By

Published : Jul 4, 2022, 9:44 AM IST

Updated : Jul 4, 2022, 6:31 PM IST

આણંદ : બોરસદ તાલુકાના સીસવામાં મેઘ તાંડવને કારણે (Rain in Borsad) નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાથી વહીવટી તંત્ર દ્વારા જિલ્લા કલેકટર મનોજ દક્ષિણીની સૂચના અન્વયે પ્રાંત અધિકારી અને મામલતદારની ટીમે નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને સહીસલામત હાઇસ્કૂલ અને પટેલ વાડી ખાતે પહોંચાડવા માટે કાર્યવાહી કરી હતી. આ દરમિયાન મામલતદાર આરતીબેન ગોસ્વામીને ધ્યાન પર આવ્યું કે, રબારી ચકલા વિસ્તારમાં દેવીપૂજક વાસમાં એક બેન પોતાની એક વર્ષની દીકરીને વરસાદમાં (Moonsoon Gujarat 2022) લઈને નીકળવા માટે તૈયાર થતા ન હતા.

મહિલા મામલતદારે માતૃ વાત્સલ્યનું પ્રેરણાદાયી ઉદાહરણ પાડ્યું પૂરું

આ પણ વાંચો : વાવણી લાયક વરસાદ થતા ખેડૂતોએ વાવણી કરવાનું શરૂ કર્યું,આ પાકનું વાવેતર વધ્યુ

માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ કાર્ય - મામલતદાર આરતીબેન ગોસ્વામીએ એ મહિવા વિદ્યા ચુનારાની એક વર્ષની નાની બાળકીને ગોદડીમાં લપેટી અને પોતાની બાથમાં લઈને નીકળી પડ્યા હતા. મહિલા મામલતદારે સરકારી ગાડીમાં નાનકડી દીકરી અને એની માતાને બેસાડીને સહીસલામત પટેલ વાડી ખાતે આશ્રય સ્થાનમાં પહોંચાડી માતૃ વાત્સલ્યતાનું સંવેદનશીલ અને પ્રેરણાદાયી કાર્ય કર્યું છે.

ETV Bharat દ્વારા મામલતદાર આરતીબેન ગોસ્વામી સાથે ખાસ વાતચીત

2 દિવસથી પડી રહ્યો છે વરસાદ - ઉલ્લેખનીય છે કે છેલ્લા બે દિવસથી રાજ્યમાં કેટલાક (Rain In Gujarat) વિસ્તારમાં સારો વરસાદ હોવાથી નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાઈ જવાની સમસ્યાથી લોકોને નાની મોટી મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, ત્યારે કેટલાક સરકારી કર્મચારી માનવતાની મહેર લગાવી અન્ય પણ પ્રેરણા આપતા જોવા મળે છે.

આ પણ વાંચો : દ્વારકા જિલ્લામાં અષાઢી મેઘ મહેર, અનેક ગામો થયા પાણી પાણી

"બચાવવા તે અમારી ફરજ છે" - મામલતદારે જણાવ્યું કે, આ કુદરતી આપદામાં પાણી ભરાઈ (Gujarat Rain Update) જવાથી જે તકલીફ પડે છે. તેનાથી બચાવવા એ અમારી જવાબદારી અને પ્રાથમિક ફરજ છે. નાના બાળક સાથે માતાને પટેલ વાડી ખાતે આશ્રય સ્થાનમાં રાખવામાં આવ્યા છે. એનું ધ્યાન પણ જાતે મામલતદાર આરતીબેન ગોસ્વામી રાખી રહ્યા છે. વિપદની આ ઘડીમાં મહિલા મામલતદારે માનવતાનું સરાહનીય કાર્ય કર્યું છે. એવી લાગણી આ નાનકડી દીકરીની (Borsad Mamlatdar Humanitarian work) માતાએ પણ વ્યક્ત કરી હતી.

Last Updated : Jul 4, 2022, 6:31 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.