- આણંદમાં કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો
- ફરિયાદી પાસે ગુનો ન નોંધવા માટે 50 હજારની લાંચ માંગી હતી
- ACBએ છટકું ગોઠવીને લાંચ લેવા આવેલા યુવાનને ઝડપ્યો
આણંદ : પેટલાદ ખાતે રહેતા એક યુવાને પ્રેમ લગ્ન કરતી વખતે તેની પત્ની દ્વારા રજૂ કરાયેલું ખોટું સોગંદનામું રજૂ કર્યું હતું. આ અંગે પત્નીના પિતા દ્વારા પેટલાદ ટાઉન પોલીસ મથકે અરજી કરવામાં આવી હતી. અરજીની તપાસ કરતા કોન્સ્ટેબલે યુવાનને કેસ ન થવા દેવો હોય તો 50 હજાર રૂપિયા લાંચની માગ કરી હતી. જ્યારબાદ યુવાને આ અંગે ACBને ફરિયાદ કરી હતી.
કોન્સ્ટેબલ વતી લાંચ લેતો વચેટિયો ઝડપાયો
ACBમાં ફરિયાદ નોંધાયા બાદ છટકું ગોઠવવામાં આવ્યું હતું. જેમાં પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ પ્રવિણસિંહના વતી લાંચ લેનારા રાહુલ રામજી રબારીને ઝડપી પાડ્યો હતો. ACBએ કોન્સ્ટેબલ મહિપતસિંહ તેમજ રાહુલ રબારી વિરૂદ્ધ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.