આણંદઃ જિલ્લાનાં ચિખોદરા ગામમાં આવેલ આનંદ કન્યાશાળાની બાળાઓએ વિશ્વની સૌથી પ્રાચીન ગણાતી ચેસની રમતમાં મહારત હાસિલ કરી છે. મૂળ હરિયાણાની વતની અને વિદેશમાં સ્થાયી થયેલી અનુરાધા બેનિવાલ કે. જે. શતરંજની રમતમાં પ્રથમ શ્રેણીના રમતવીર છે. તેમના દ્વારા સોસીયલ મીડિયાના માધ્યમ થકી ચિખોદરા ગામની આનંદ કન્યા શાળાના ભાષા શિક્ષિકાનો સંપર્ક થતા તેમના દ્વારા ગામની શાળામાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓની માહિતી મેળવ્યા બાદ વિદ્યાર્થિનીઓને ચેસની રમત શીખવવા આગ્રહ કરવામાં આવ્યો હતો.
શાળાના બાળકોને લંડનથી ચિખોદરા આવી અનુરાધા બેનિવાલ દ્વારા 15 દિવસ શાળા સત્ર અગાવ એક કલાક તથા શાળા છૂટ્યા બાદમાં એક કલાક તેમ રોજ બે કલાક સુધી બાળાઓને ચેસની રમત શીખવાડી અઘરી ગણાતી શતરંજમાં બાળકોને માહિર બનાવી દેવામાં આવ્યા છે. ત્યારે બાળકો બીજા બાળકોને આ ચેસની રમત શીખવાડી શકે તેટલા નિપુર્ણ બની ગયા છે, ત્યારે શાળાના પ્રિન્સીપાલ વિષ્ણુ ભાઈ આ બાળકોને આ ચેસની રમતમાં વધારે માહિર બનાવી તેમને ભવિષમાં આ રમત થકી પોતાની ઓળખ બનાવી શકે તેવા સક્ષમ બનાવવા પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે.