- આંકલાવમાં એક અજીબ કિસ્સો આવ્યો સામે
- 17 વર્ષના સગીરને 23 વર્ષની યુવતી ભગાડી ગઈ
- આંકલાવ પોલીસે સુરતથી સગીર અને યુવતીની કરી અટકાયત
આણંદ : આ ઘટનામાં પ્રાપ્ત માહિતી મુજબ ગત 26 મે 2021ના દિવસે આંકલાવ પોલીસ મથકના હદ વિસ્તારમાં આવતા બીલપાડના સંતપુર સિમ વિસ્તારમાં રહેતા એક સગીરને એક યુવતીએ ભગાડી ગયા હોવાની ફરિયાદ સગીરના પિતા દ્વારા આંકલાવ પોલીસ મથકે નોંધાવવામાં આવી હતી. જે ફરિયાદને આધારે આંકલાવ પોલિસે ટેક્નિકલ સર્વેલન્સ (Technical Surveillance) અને હ્યુમન ઇન્ટેલીજન્સ (Human Intelligence)ની મદદથી આ બન્ને વ્યક્તિઓને સુરતથી ઝડપી પાડ્યા છે.
આ પણ વાંચો : આણંદમાં પત્નીના પ્રેમ સંબંધની શંકાનો ભોગ બની માસૂમ, પિતાએ 5 વર્ષની બાળકીની હત્યા કરી
પોસ્કો એક્ટ અંતર્ગતની કલમો કરવામાં આવી દાખલ
આંકલાવ પોલીસ દ્વારા આ ઘટનામાં ઝડપાયેલો શખ્સ સગીર વયનો હોવાથી યુવતી સામે પોસ્કો એક્ટ અંતર્ગતની જુદી જુદી કલમો ફરિયાદમાં દાખલ કરવામાં આવી છે. અહીં ઉલ્લેખનીય છે કે, આ કિસ્સામાં પોલીસ દ્વારાએ દિશામાં પણ તાપસ હાથ ધરવામાં આવી રહી છે કે, સગીર સાથે કોઈ શારીરિક સંબંધ બંધાયો છે કે કેમ અને તે અંગેની દાક્તરી તાપસ પણ હાથ ધરવામાં આવશે.
આ પણ વાંચો : રેવ પાર્ટી કરતા 9 યુવાનો અને 4 યુવતીઓને આંકલાવ પોલીસે ઝડપ્યા
બન્ને સુરત ખાતે રૂમ ભાડે રાખીને રહેતા હતા
મહત્વનું છે કે, આ ઘટના અંગે મળતી વધુ માહિતી અનુસાર યુવતી અગાઉ બે લગ્ન કરી ચૂકી છે. જેમાં તેણે છૂટાછેડા લઈ આંકલાવ ખાતે આવી હતી. જ્યાં સગીર સાથે આંખો મળી જતા 17 વર્ષ 11 માસ અને 26 દિવસની ઉંમરના સગીરને ઉઠાવી ગઈ હતી. સગીર ગયો ત્યારે સગીર હતો, પરત ફર્યો ત્યારે 18 વર્ષનો યુવાન બની આવ્યો. બન્ને સુરત ખાતે રૂમ ભાડે રાખીને રહેતા હતા. જ્યાં સંસાર શરુ કરવાની ઉતાવળમાં કાયદાની આંટીમાં આવી ગયા છે.
યુવતીના પરિવારમાં તેના માતા-પિતા નથી
હાલ યુવતીને કસ્ટડીમાં રાખીને સગીરને તેના વાલી સાથે રાખવામા આવ્યો છે. યુવતીના પરિવારમાં તેના માતા-પિતા નથી. તેના બે ભાઈઓ છે અને સગીરના માતા નથી. આ સ્થિતિમાં હાલ પોલિસ દ્વારા આ ઘટનામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.