ETV Bharat / state

વ્હોટ્સ એપ દ્વારા કરવામાં આવી 75000 છેતરપીંડી - Umreth Police

રાજ્યમા સાયબર ક્રાઇમમાં દિન પ્રતિદિન વધારો થઇ રહ્યો છે એવામાં આંણદના ઉમરેઠ ગામમાં એક કિસ્સો સામે આવ્યો છે. ગુનેગારે વ્હોટ્સએપ હેક કરીને સંબધી પાસેથી 75000ની છેતરપીંડી કરી હતી. છેતરપીંડીની જાણ થતા સાયબર સેલમાં ફરીયાદ નોંધાવી હતી.

whatsapp
વ્હોટ્સ એપ દ્વારા કરવામાં આવી 75000 છેતરપીંડી
author img

By

Published : Mar 24, 2021, 10:38 AM IST

Updated : Mar 24, 2021, 1:30 PM IST

  • ઉમરેઠના શખ્સ સાથે ઓનલાઈન છેતરપીંડી
  • લંડન રહેતા સંબંધી નું વ્હોટ્સેપ હેક કરી 75000 પડાવ્યા
  • ઉમરેઠ પોલીસ મથકે નોંધાવી ફરિયાદ

ઉમરેઠ: વૈશ્વિક સ્તરે ઓનલાઇન છેતરપીંડીના ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે. હાલમાં જ આણંદ જિલ્લામાં પણ એક વિચિત્ર ઘટના જોવા મળી છે જેમાં લંડન ખાતે રહેતા એક એનઆરઆઈનું વ્હોટસેપ એકાઉન્ટ ને હેક કરીને ગઠિયાએ ભત્રીજા જમાઈને મેસેજ કરીને 75 હજાર રૂપિયા ઓનલાઈન ટ્રાન્સફર કરાવીને છેતરપીંડી તેમજ વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાની ઘટના સામે છે અને આ અંગે ઉમરેઠ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો : અમદાવાદ: 100થી વધુ ટેકનીકથી થાય છે સાયબર ક્રાઈમ, 2020માં 160થી વધુ ગુના નોંધાયા

વ્હોટ્સએપ દ્વારા કરવામાં આવી છેતરપીંડી
ઉમરેઠ તાલુકાના લીંગડા ગામે રહેતા ફરિયાદી અશોકભાઈ શાંતિલાલ પટેલના પુત્ર જય ના કાકા સસરા રીતેશભાઈ પટેલ લંડન ખાતે રહે છે જેઓ મૂળ ભારતીય છે અને આશિપુરા ગામ ના વતની છે.રીતેશભાઈ ના લંડન ના મોબાઈલ પરથી લિંગડા ખાતે રહેતા જય પટેલના મોબાઈલ પર વ્હોટ્સએપ ગત 19મી ડિસેમ્બરના રોજ મેસેજ આવ્યો હતો કે, મારે અરજન્ટ પૈસાની જરૂરત છે, મોકલી આપો.

આ પણ વાંચો : રાજ્યમાં સાયબર ક્રાઈમમા વધારો ચિંતાનો વિષય, વર્ષ 2018મા 684 ગુના નોંધાયા

ઓનલાઇન ટ્રાન્સફર કરવામાં આવ્યા પૈસા

જેથી જય પટેલે વોટ્સેપ પર પૈસાની માંગણી સાથે નો મેસેજ જોતા લંડન રિટેશભાઈ ને વોટ્સેપ કોલ કરતાં સામેથી કોલ કાપી નાંખ્યો હતો અને મેસેજ કર્યો હતો કે, હું અત્યારે મીટિંગમાં છું, તમે 75 હજાર રૂપિયા મોકલો હું મીટિંગ પતે એટલે તુરંત જ પૈસા રીટર્ન કરી દીઈશ. જેથી જય પટેલે એકાઉન્ટ નંબર માંગતા કોઈ મમતા સાલમના નામનું એકાઉન્ટ નંબર વોટ્સેપ પર મોકલી આપ્યો હતો. જય પટેલે તુરંત જ ગામની યુનિયન બેંકમાં જઈને આપેલા એકાઉન્ટ નંબર ઉપર ગુગલ પે કરી દીધું હતુ. ત્યારબાદ જય પટેલને ખબર પડી હતી કે, કાકા સસરા રીતેશભાઈનું વ્હોટ્સેપ હેક કરીને છેતરપીંડી થઈ છે.

સાઇબર સેલમાં કરવામાં ફરીયાદ આવી

બેંકમાં જઈને જે ખાતા નંબર પર પૈસા મોકલાવ્યા હતા. તેનો મોબાઈલ નંબર લઈને ફોન કરતા સામેથી વ્યક્તિએ મેં તમારી સાથે છેતરપીંડી કરી છે,પરંતુ બેન્ક દ્વારા કહેવામાં આવ્યું હતું કે અમારાથી કાંઈ નહીં થાય તેમ જણાવ્યું હતુ. જેથી આ અંગે પહેલા સાયબર સેલમાં ફરિયાદ આપી હતી. ત્યારબાદ ગઈકાલે ઉમરેઠ પોલીસ મથકે આવીને ફરિયાદ આપતાં પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે

Last Updated : Mar 24, 2021, 1:30 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.