ETV Bharat / state

આણંદમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત પ્રિ-સમિટ, એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણમાં થયાં 7 સમજૂતી કરાર - આણંદ સમાચાર

આણંદમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ સેક્ટરની વિકાસયાત્રામાં ભાગીદાર બનવા રોકાણકારો અને વેપારી સમુદાય માટે પ્રિ-વાઈબ્રન્ટ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વ કર્મા અને કૃષિ રાજ્ય મંત્રી બચુભાઈ ખાબડે વિશેષ ઉપસ્થિતિ નોંધાવી હતી. આ સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ ૫૫ સમજૂતી કરાર પૈકી સાત સમજૂતી પર મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટરનરી યુનિટનું મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આણંદમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત પ્રિ-સમિટ

author img

By ETV Bharat Gujarati Team

Published : Dec 7, 2023, 5:44 PM IST

આણંદ: રાજ્યના કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ દ્વારા ૧૦મી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ પૂર્વે ‘એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટર માટે ગુજરાતના લોજિસ્ટિક સ્ટ્રેન્થનો લાભ’ વિષય પર આણંદમાં અમૂલના સરદાર વલ્લભભાઈ પટેલ ઓડિટોરિયમ ખાતે પ્રિ-વાયબ્રન્ટ સેમિનાર યોજાયો હતો. કૃષિ મંત્રી રાઘવજી પટેલે, સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા અને કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડની ઉપસ્થિતમાં આ સેમિનાર ખુલ્લો મૂકાયો હતો.આ સેમિનારમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણ માટે કુલ ૫૫ સમજૂતી કરાર પૈકી સાત સમજૂતી પર મંત્રીઓની ઉપસ્થિતિમાં કરાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે કેન્દ્ર પુરસ્કૃત મોબાઈલ વેટરનરી યુનિટનું મંત્રી રાઘવજી પટેલના હસ્તે લોકાર્પણ પણ કરવામાં આવ્યું હતું.

આણંદમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત પ્રિ-સમિટ
આણંદમાં યોજાયો વાયબ્રન્ટ ગુજરાત પ્રિ-સમિટ

કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલનું સંબોધન: આ પ્રસંગે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાત સમગ્ર દેશનું મહત્વપૂર્ણ ઔદ્યોગિક રાજ્ય છે. ગુજરાત વૈશ્વિક રોકાણકારો માટે પસંદગીનું રાજ્ય બન્યું છે, ત્યારે એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં થનાર મૂડી રોકાણ ખેડૂતોના ભવિષ્યને બહેતર બનાવવા સાથે દેશની ખાદ્યાન્ન સુરક્ષા પૂરી પાડવામાં મહત્વનું યોગદાન આપશે. ગુજરાતમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરના વિકાસની વિપુલ તકો સાથે વિદેશોમાં પણ નિકાસની શક્યતાઓ રહેલી છે તેનો ઉલ્લેખ કરતા કૃષિ મંત્રીએ વધુમાં ઉમેર્યું હતું કે, ગુજરાતમાંથી દેશમાં અને વિદેશમાં નિકાસ માટે પરિવહનની કોઈ અગવડ ન પડે તે માટે આધુનિક રસ્તાનું નેટવર્ક, રેલવે નેટવર્ક, હવાઈ નેટવર્ક સાથે સરકારે પ્રોત્સાહક નીતિઓ પણ અમલમાં મૂકી છે, જેનો લાભ લેવા માટે રોકાણકારોને આહવાન કર્યું હતું.

એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરમાં મૂડીરોકાણમાં થયાં 7 સમજૂતી કરાર

ગુજરાત કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર: કૃષિ મંત્રી રાઘવજી પટેલે ગુજરાતમાં થઈ રહેલા કૃષિ વિકાસની ભૂમિકા આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૦૧-૨૦૦૨ માં ગુજરાતનો કૃષિ વિકાસ દર ૮.૬ ટકા હતો, જે અરસામાં દેશનો કૃષિ વિકાસ દર માત્ર ૩.૨ ટકા હતો. ગુજરાત આજે ૧૧ ટકા ઉપરાંત કૃષિ વિકાસ દર સાથે સમગ્ર દેશમાં અગ્રેસર છે. રાજ્યમાં એગ્રો એન્ડ ફૂડ પ્રોસેસિંગ સેક્ટરનો વિકાસ થતા નિકાસને વેગ મળશે તેનો સીધો લાભ રાજ્યના ખેડૂતોને થશે તેમ તેમણે ઉમેર્યું હતું. સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ જણાવ્યું કે, એગ્રી અને ફૂડ પ્રોસેસિંગમાં તકનીકી પ્રગતિ સાથે મૂલ્યવર્ધન એ જ ભવિષ્યનો માર્ગ છે. આ ક્ષેત્ર મહત્તમ રોજગારીનું સર્જન કરી શકે તેમ છે. રાઘવજી પટેલે વધુમાં ઉમેર્યું હતું કે, આ સેમિનાર સરકાર અને ખાનગી ક્ષેત્ર માટે રાજ્યની માળખાકીય અને લોજિસ્ટિકલ ક્ષમતાઓ અંગે સહયોગ અને ચર્ચા કરવા માટે એક પ્લેટફોર્મ પૂરું પાડશે. રાજ્યમાં ૩૦ હજારથી વધુ ફૂડ પ્રોસેસિંગ એકમો કાર્યરત છે અને સરપ્લસ ઉત્પાદનોમાં મૂલ્યવર્ધનના અવકાશનો વિસ્તાર કર્યો છે જેનો શ્રેય નિકાસ માટેની સુધરેલી કનેક્ટિવિટીને જાય છે.

કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડનું સંબોધન: કૃષિ રાજ્યમંત્રી બચુભાઈ ખાબડે જણાવ્યું હતું કે, તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૦૦૩ના વર્ષથી વાઇબ્રન્ટ ગુજરાતની કલ્પના કરી તેને સાચા અર્થમાં સાકાર કરી ગુજરાતના ઔદ્યોગિક વિકાસને આગળ ધપાવવાનું સંનિષ્ઠ કાર્ય આરંભ્યું હતું. આજે ૨૦ વર્ષ બાદ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે સામાજિક-આર્થિક વિકાસ માટેનું વૈશ્વિક મંચ બન્યું છે. ગુજરાતમાં ઉત્પાદિત વિવિધ પ્રકારના અનાજ, મસાલા, ફળ, શાકભાજી વગેરેનો ઉલ્લેખ કરતા જણાવ્યું હતું કે, છેલ્લા બે દાયકામાં ગુજરાતે કૃષિ અને ઔદ્યોગિક ક્ષેત્રે હરણફાળ ભરી છે, તેના પરિણામે ગુજરાત આજે કૃષિ ક્ષેત્રે દેશમાં આગળ પડતું સ્થાન ધરાવવાની સાથે દેશના વિકાસમાં નોંધપાત્ર યોગદાન આપી રહ્યું છે.

ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રે ગુજરાતમાં અનેક પ્રોજેકટ: ગુજરાતમાં એગ્રો અને ફૂડ પ્રોસેસિંગ ક્ષેત્રો માટે સાનુકૂળ વાતાવરણનું નિર્માણ થયું છે. આજે ગુજરાતમાં આ ક્ષેત્રે અનેક પ્રોજેક્ટ કાર્યરત છે, તેમ જણાવતા મંત્રી બચુભાઈ ખાબડે ઉમેર્યું હતું કે, ગુજરાતના ઔદ્યોગિક વિકાસની સાથે કૃષિ ક્ષેત્રનો પણ સમાંતર વિકાસ થાય તે માટે સરકાર ખેડૂતો માટે વાવેતરથી લઈ અને વેચાણ સુધી અનેકવિધ યોજનાઓ બનાવી જગતના તાતને મદદરૂપ બની રહી છે. એટલું જ નહીં પરંતુ કુદરતી આફતોના સમયે પણ સરકાર ખેડૂતોની પડખે ઊભી રહી છે. તેવા સમયે ખેડૂતોએ પણ તેમના કૃષિ ઉત્પાદનના મૂલ્યવર્ધન તરફ વળવું પડશે.

ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મનું પ્રદર્શન: આ સેમિનારમાં નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર ડૉ. મિનેષ શાહ, રસના પ્રા.લિ. ના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર પિરુઝ ખંભાતા, IIM-Aના વિઝિટિંગ પ્રોફેસર વસંત ગાંધી અને કૃષિ, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગના અધિક મુખ્ય સચિવ એ.કે. રાકેશએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું.પ્રારંભમાં GAICL ના મેનેજિંગ ડાયરેક્ટર ડી.એચ.શાહે સૌનો આવકાર કર્યો હતો. ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના મેનેજિંગ ડાયરેક્ટર જયેન મહેતાએ આભારવિધિ કરી હતી. આ સેમિનારમાં ઉપસ્થિતોએ ઓડિયો વિઝ્યુઅલ ફિલ્મ નિહાળી હતી.

પ્રિ-વાયબ્રન્ટ સમિટની ખાસીયત: જ્યાં વિકાસ એક સ્વાભાવિક પ્રક્રિયા છે, ‘એક પૃથ્વી, એક પરિવાર, એક ભવિષ્ય’ માટે ફૂડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ, હરિત, શ્વેત અને વાદળી (ગ્રીન, વ્હાઇટ અને બ્લૂ) સત્રમાં ઇન્ડસ્ટ્રીઝ અને શિક્ષણ જગતના નિષ્ણાંતોએ માર્ગદર્શન આપ્યું હતું, જેની મદદથી ગુજરાત ગ્લોબલ ફૂડ પ્લેટરને મજબૂત બનાવશે.

ક્યા ક્યા વિષયો પર વિચાર-વિમર્સ: આ ઉપરાંત સેમિનારમાં જૂથ ચર્ચામાં નવા સ્ટાર્ટઅપ્સ માટે ઇન્ક્યુબેશન સપોર્ટ, ક્લસ્ટર-સેન્ટ્રિક એક્સપોર્ટ, ફૂડ સપ્લાય ચેઇન મેનેજમેન્ટ માટે બ્લોકચેઇન સુધીના વિવિધ વિષયોનો સમાવેશ થશે. NDDB, રસના, UPL, IBM, કન્સલ્ટિંગ, ટાટા સોલફુલ, APEDA, IIMR, નેડસ્પાઇસ ઇન્ડિયા અને હેરિસન્સ વેન્ચર્સ જેવી સંસ્થાઓના પ્રતિષ્ઠિત વક્તાઓએ પોતાના મંતવ્યો રજૂ કર્યા હતા.

સેમિનારમાં સહભાગી થયેલા અન્ય મહાનુભાવો: મહત્વપૂર્ણ છે કે, આ સેમિનારમાં ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક રમણભાઈ સોલંકી, જિલ્લા પંચાયત પ્રમુખ હસમુખભાઈ પટેલ, અમૂલના વાઈસ ચેરમેન કાંતિભાઈ સોઢા, ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, પૂર્વ સાંસદ દિલીપભાઈ પટેલ, અગ્રણી રાજેશભાઈ પટેલ, જિલ્લા કલેકટર પ્રવીણ ચૌધરી, જિલ્લા વિકાસ અધિકારી મિલિંદ બાપાના, આણંદ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ કે. બી. કથીરિયા, ઉત્તરપ્રદેશના કૃષિ વિભાગના સચિવ ડૉ. રાજ શેખર, કૃષિ-અમુલ-એન.ડી.ડી.બી. ના અધિકારીઓ તેમજ દેશભરમાંથી આવેલા આ ક્ષેત્રના નિષ્ણાતો, પ્રતિનિધિઓ, રોકાણકારો, ઉદ્યોગ સાહસિકો અને કૃષિ વિશ્વ વિદ્યાલયના વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.

  1. CM ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે "સ્ટાર્ટઅપ કોન્કલેવ-2023""નો પ્રારંભ
  2. વિકસિત ભારત સંકલ્પ યાત્રા-2023’ અંતર્ગત રાજ્યમાં કુલ 9.72 લાખથી વધુ નાગરિકોએ સંકલ્પ લીધા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.