ETV Bharat / state

દાંડી યાત્રા 2021માં આણંદ જિલ્લાના 5 સભ્યો જોડાયા - ગુજરાત

દાંડી યાત્રાને આજે 91 વર્ષ પૂર્ણ થયા છે, ત્યારે આજે શુક્રવારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મૂળ દાંડી માર્ગ પર જ 81 જેટલા દાંડી યાત્રીઓ ઇતિહાસનું પુનરાવર્તન કરવા નીકળતા સમગ્ર વિશ્વનું ધ્યાન આ યાત્રા તરફ કેન્દ્રિત બન્યું છે.

Anand
Anand
author img

By

Published : Mar 12, 2021, 10:43 PM IST

  • દાંડી યાત્રા 2021નું આજે સાબરમતી આશ્રમથી થયું પ્રસ્થાન
  • 24 દિવસ ચાલનારી આ યાત્રા મૂળ દાંડી યાત્રાના માર્ગ પરથી થશે પસાર
  • કુલ 81 યાત્રીઓ આ દાંડી યાત્રામાં જોડાયા
  • આણંદ જિલ્લામાંથી 5 સદસ્યોએ યાત્રામાં લીધો ભાગ

આણંદ: આજે જ્યારે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ સાબરમતી આશ્રમ ખાતેથી દાંડી યાત્રા 2021ને પ્રસ્થાન કરાવ્યું ત્યારે યાત્રામાં જોડાયેલા 81 દાંડી યાત્રિકોમાં આણંદ જિલ્લાના પાંચ યાત્રીઓએ પણ આ યાત્રાની શરૂઆત કરી છે. આણંદ જિલ્લાના મિત ભટ્ટ, ચિરાગ પટેલ, ચિંતન શાહ, ચિંતાન મહેતા અને પ્રવીણ પટેલ આ ઐતિહાસિક યાત્રામાં જોડાયા છે. મહત્વની વાત એ છે કે આણંદ જિલ્લાના આ પાંચ યાત્રીઓમાં સૌથી વધુ ઉંમર ધરાવતા પ્રવીણભાઈ પટેલ છે. જેઓ 66 વર્ષની ઉંમરે ગાંધીજીના જીવનની શ્રેષ્ઠ કહી શકાય તેવી યાત્રાનો આજે 91 વર્ષ પછી ભાગ ભાગ બન્યા છે.

દાંડી યાત્રા 2021માં આણંદ જિલ્લાના 5 સભ્યો જોડાયા

આણંદ જિલ્લામાંથી જોડાયેલા 5 દાંડી યાત્રીઓની વિગત...

  • મિત ભટ્ટ.

મિત ભટ્ટ 22 વર્ષીય યુવાન દાંડી યાત્રા 2021માં જોડાયો છે. મીત મૂળ પેટલાદનો રહેવાસી છે અને સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાં તાલુકા સંયોજક તરીકે કામ કરે છે. તેમનું કહેવું છે કે યાત્રા વિશે તેમને ધ્યાને આવતા તેમણે દાંડી યાત્રામાં જોડાવા માટેની અરજી કરી હતી. જેમાં તેમની પસંદગી થતા આજે અમદાવાદથી દાંડી જવા નીકળેલી દાંડી યાત્રા 2021ના 81 યાત્રીઓમાંથી એક બની આનંદની લાગણી વ્યક્ત કરી હતી.

  • ચિરાગ પટેલ.

ચિરાગ પટેલ મૂળ આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના રતનપુરા ગામના વતની છે. 32 વર્ષીય ચિરાગ પટેલ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક મંડળમાં જિલ્લા સહસંયોજક તરીકે સેવા આપે છે. ચિરાગભાઈએ જણાવ્યું હતું કે, જ્યારે તેમને દાંડીયાત્રા વિશે જાણકારી મળી ત્યારે તરત જ તેમણે આ યાત્રામાં જોડાવા માટે ઇચ્છા વ્યક્ત કરી હતી અને આજે જ્યારે તેઓ આ યાત્રાનો ભાગ બન્યા છે ત્યારે તેમણે ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

  • ચિંતન શાહ.

ચિંતન શાહ મૂળ પેટલાદના રહેવાસી છે. ચિંતન શાહ પણ સ્વામી વિવેકાનંદ ગુજરાત રાજ્ય યુવક બોર્ડમાં પેટલાદ તાલુકાના સંયોજક તરીકે સેવા આપે છે. તેઓ 23 વર્ષના છે અને આજે દાંડી યાત્રાનો ભાગ બની અમદાવાદ સાબરમતી આશ્રમથી નીકળેલા 81 સભ્યોમાંથી એક બની તેમણે આ દાંડી યાત્રા 2021ની શરૂઆત કરી છે.

  • ચિંતન મહેતા.

ચિંતન મહેતા મૂળ તો બરોડામાં રહેવાસી છે. પરંતુ વ્યવસાયથી તે આણંદ જિલ્લા સાથે સંકળાયેલા છે. આણંદ જિલ્લામાં આવેલ રામપુરા યુનિવર્સિટી સ્પોર્ટસ સંકુલમાં તેઓ કોચ તરીકે સેવા આપી રહ્યા છે. ચિંતન મહેતા મૂળ રમતગમત સાથે સંકળાયેલા હોવાથી જ્યારે તેમને આ દાંડી યાત્રા વિશે જાણકારી મળી ત્યારે તેમણે પણ તેમનું નામ આ યાત્રામાં સામેલ કરવા માટે નોંધાવ્યું હતું. જેમને આજે અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રામાં 81 સભ્યોમાં સ્થાન પ્રાપ્ત થયું છે.

  • પ્રવીણ પટેલ.

પ્રવીણ પટેલ મૂળ આણંદ શહેરના સ્ટેશન રોડ પર આવેલા કિશોર પ્લાઝાના રહેવાસી છે. આજથી શરૂ થયેલી દાંડીયાત્રાના સૌથી મોટી વયના યાત્રી છે. પ્રવીણ પટેલની ઉંમર 66 વર્ષ છે. પ્રવીણ પટેલ ગયા વર્ષે નીકળેલી દાંડીયાત્રામાં ગણેશ ચોકડીથી ડી. એન. હાઈસ્કૂલ સુધી તુષાર ગાંધી સાથે આ યાત્રામાં જોડાયા હતા અને તે બાદ દાંડી યાત્રાનો ભાગ બનવા માટે તેમણે ઇચ્છા વ્યક્ત કરી હતી. વર્ષ 2021માં નીકળેલી આ ઐતિહાસિક દાંડી યાત્રાનો તે ભાગ બન્યા છે. પ્રવીણ પટેલને બે પુત્રો છે. જે બંને વિદેશમાં સ્થાયી થયા છે. તેમનો મોટો દીકરો નિરવ પટેલ ન્યુજર્સીમાં સ્થાયી થયો છે. જ્યારે નાનો દીકરો કેનેડા ખાતે સ્થાયી થયો છે. મૂળ આણંદ શહેરમાં ડી. એન. હાઈસ્કૂલ પાસે સ્વદેશી વસ્તુ ભંડાર નામની દુકાન ધરાવતા પ્રવીણ પટેલે આજે 91મી દાંડીયાત્રાનો ભાગ બની સૌથી મોટી વયના દાંડીયાત્રી તરીકે યાત્રાનો આરંભ કર્યો છે.

લોકો 24 દિવસની પગપાળા યાત્રા કરી દાંડી મુકામે પહોંચશે

અમદાવાદમાં સાબરમતી આશ્રમ ખાતે 'આઝાદીનો અમૃત મહોત્સવ' કાર્યક્રમ ખુલ્લો મૂક્યા બાદ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દાંડી યાત્રાને લીલી ઝંડી આપી હતી. જેમાં કુલ 81 સભ્યોએ પગપાળા દાંડી યાત્રાની શરૂઆત કરી છે. દાંડીયાત્રામાં જોડાયેલા 81 સભ્યો જુદા જુદા વ્યવસાય ક્ષેત્રોમાંથી આવી રહ્યાં છે, જેમાં કોલેજના વિદ્યાર્થીઓ, નોકરિયાત, સામાજિક કાર્યકરો, કૃષિ ક્ષેત્રે સંકળાયેલા લોકો, યોગા ટ્રેનર, બિઝનેસમેન વગેરે ક્ષેત્ર સાથે સંકળાયેલા 81 લોકો આજે અમદાવાદથી શરૂ થયેલી દાંડીયાત્રામાં જોડાયા છે, જે લોકો 24 દિવસની પગપાળા યાત્રા કરી દાંડી મુકામે પહોંચશે.

આ પણ વાંચો : વડાપ્રધાને સભા સ્થળેથી દાંડી યાત્રાનો આરંભ કરાવ્યો

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.