- આણંદમાં કોરોનાની બીજી લહેર બની બેકાબૂ
- એક જ દિવસમાં 25 કેસ આવ્યા પોઝિટિવ
- જિલ્લામાં કુલ 3,189 દર્દીઓ આવી ચૂક્યાં છે કોરોનાની ઝપેટમાં
આણંદ: જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા પ્રસિદ્ધ કરાયેલી કોરોનાની સત્તાવાર યાદી અનુસાર કોરોના સંક્રમણની સ્થિતિ જોઈએ તો 25 જેટલા પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. આ સાથે જ કુલ આંકડો વધીને 3,189 પહોંચ્યો છે. જેમાંથી 3,015ને સ્વસ્થ થયા છે. કોરોનાથી અત્યાર સુધીમાં 17 દર્દીઓના મોત થયા છે. જો કે, વેક્સિનેશનની કામગીરી પણ આણંદ જિલ્લામાં ખૂબ ઉત્સાહ પૂર્વક ચાલી રહી છે.
આ પણ વાંચો:આણંદ કોવિડ હોસ્પિટલના સ્ટાફની બેદરકારીથી દર્દીનું મોતઃ પરિજનોનો આક્ષેપ
આણંદ જિલ્લામાં 10 દર્દીઓને ઓક્સિજન પર
આણંદ જિલ્લામાં હાલ 157 દર્દીઓ સારવાર હેઠળ છે. જેમાંથી 147ની હાલત સ્થિર છે. જ્યારે આજે મંગળવારના રોજ 10 દર્દીઓને ઓક્સિજન પર રાખીને સારવાર કરવામાં આવી રહી છે. 83 દર્દીઓ કરમસદની શ્રીકૃષ્ણ હોસ્પીટલમાં, 11 અંજલિમાં, 5 આણંદની જનરલ હોસ્પીટલમાં, 7 સિવિલ હોસ્પિટલ પેટલાદમાં અને 10 દર્દીઓ હોમઆઈસોલેશનમાં સારવાર લઈ રહ્યા છે.
આ પણ વાંચો:આણંદ શહેરમાં કોરોનાનો પગપેસારો થતાં આરોગ્યવિભાગ સહિત તમામ તંત્ર હરકતમાં
જિલ્લામાં 12,000થી વધુ નાગરિકોને વેક્સિનેટ કરાઈ રહ્યાં છે
જિલ્લાની કોવિડ માન્ય ખાનગી હોસ્પિટલમાં 41 દર્દીઓ સારવાર હેઠળ છે. જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનેશન પ્રોગ્રામને વધુ અસરકારક રીતે છેવાડાના નાગરિક સુધી પહોંચાડવા 220થી વધુ સ્થળો નિશ્ચિત કરી કામગીરી થઈ રહી છે. મહત્વનું છે કે, જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા દૈનિક 12,000થી વધુ નાગરિકોને વેક્સિનેટ કરાઈ રહ્યાં છે. આ કામગીરીમાં તંત્ર દ્વારા ધાર્મિક, શૈક્ષણિક અને સેવાભાવી સંસ્થાઓનો સહયોગ લઈ જનજાગૃતિ થકી વેક્સિનેશન કામગીરી વધારવામાં આવી રહી છે.