- ખંભાતમાં ત્રણ દિવસમાં લવ જેહાદની 2 ઘટના
- બીજી ઘટના સામે આવતા પંથકમાં ચકચાર
- સગીરાને વિધર્મી યુવકે ભગાડવા નો બીજો કિસ્સો નોંધાયો
આણંદઃ એક તરફ લવજેહાદને લઈને ગુજરાતમાં કાયદો બનાવવા ઉગ્ર માગ ઉઠવા પામી છે, ત્યારે ત્રણ દિવસમાં ખંભાત પંથકના ગ્રામ્ય વિસ્તારમાં લવ જેહાદની બીજી ઘટના સામે આવતાં ખંભાત પંથકમાં ચકચાર મચી જવા પામી છે. જોકે ખંભાત રૂરલ પોલીસની સરાહનીય કામગીરી હેઠળ બંને આરોપીઓની અટકાયત કરી ધરપકડ કરી હોવાની માહિતી પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થઇ છે.
ખંભાત પંથકમાં 3 દિવસમાં લવ જેહાદની 2 ઘટના
પ્રાપ્ય માહિતી અનુસાર ત્રણ દિવસ પૂર્વે જિલ્લાના એક ગામની સગીરાને પ્રીતમપુરા ગામના યુવાને લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ ગુજારવાના હેતુસર ભગાડી લઈ ગયો હતો. જેની ખંભાત રૂરલ પોલીસે ફરિયાદ લઇ ધરપકડ માટે ચક્રોગતિમાન કર્યા હતા. જોકે આ યુવાનની દાહોદના વરોડ ગામેથી ખંભાત રૂરલ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
યુવતીના પિતાએ નોંધાવી હતી ફરિયાદ
જ્યારે ગુરુવારે બનેલી ઘટનામાં ખંભાત તાલુકાના એક ગામની સગીર યુવતીને વિધર્મી યુવક સમીરશા પઠાણે લગ્ન કરવાની લાલચ આપી દુષ્કર્મ કરવાના હેતુસર ભગાડી બોરસદ ખાતે લઇ ગયો હતો. જ્યારે બીજી તરફ યુવતીના પિતાએ યુવતીની શોધખોળ કરતાં ના મળતા ખંભાત રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
પોલીસે મોબાઈલ લોકેશન દ્વારા આરોપીઓની કરી ધરપકડ
ત્રણ દિવસમાં લવ જેહાદની બે ઘટનાઓ સામે આવતા ખંભાત રૂરલ પોલીસ મોબાઈલ લોકેશન તથા અન્ય માધ્યમો દ્વારા બંનેની ધરપકડ કરી હતી. પૂછપરછ કરતાં સમીરશા યુવતીને સુરત ખાતે લઈ જતો હોવાનું જાણવા મળ્યું હતું. જોકે ખંભાત રૂલર ટીમે બંનેની ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં હાજર કરવા કાયદેસરની તપાસ હાથ ધરી હતી.
લવજેહાદનો કાયદો તૈયાર કરવા લોકમાંગ-હિન્દુ સંગઠનો
ખંભાતના ગ્રામ્ય વિસ્તારોમાં લવ જેહાદની ત્રણ દિવસમાં બે ઘટનાઓ સામે આવતા પંથકમાં ચકચાર મચ્યો છે. આ અંગે હિન્દુ સંગઠનો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી તાત્કાલિક ધોરણે લવજેહાદનો કાયદો અમલી બને અને આરોપીઓને સખતમાં સખત સજા થાય તે માટે ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી ઉગ્ર માંગ કરવામાં આવી છે.