ETV Bharat / state

આણંદમાં ઘરે બેઠા એક ઠગાયો, ફોન કરી ગઠિયો 2.28 લાખ ઓનલાઈન ઉપાડી ગયો - Cyber_fraud

કોરોના વાઇરસને લઈને સમગ્ર દેશ લોકડાઉનમાં છે અને આર્થિક, સામાજિક સહિત તમામ ગતિવિધીઓ પર બ્રેક વાગી ગઈ છે, ત્યારે સાયબર ક્રિમીનલો સક્રિય થયા છે અને ગ્રાહકોને ફોન કરીને ઓનલાઈન ઠગાઈઓ કરવા માંડી છે. આવો જ એક કિસ્સો આણંદના જીટોડીયા રોડ ઉપર રહેતા એક વ્યક્તિ સાથે બન્યો છે. જેમાં પેટીએમ રીન્યુ કરવાના બહાને કોઈ હિન્દી ભાષી ગઠિયાએ 2.28 લાખ ઉપરાંતની રકમ ઠગી લીધી છે. જે અંગે આણંદના સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે અરજી લઈને તપાસનો દોર હાથ ધર્યો છે.

2.28 lakh cheating online in Anand
આણંદમાં ઘરે બેઠા એક ઠગાયો, ફોન કરી ગઠિયો 2.28 લાખ ઓનલાઈન ઉપાડી ગયો
author img

By

Published : Apr 12, 2020, 3:01 PM IST

આણંદઃ કોરોના વાઇરસને લઈને સમગ્ર દેશ લોકડાઉનમાં છે અને આર્થિક, સામાજિક સહિત તમામ ગતિવિધીઓ પર બ્રેક લાગી ગઈ છે. ત્યારે સાયબર ક્રિમીનલો સક્રિય થયા છે અને ગ્રાહકોને ફોન કરીને ઓનલાઈન ઠગાઈઓ કરવા માંડી છે. આવો જ એક કિસ્સો આણંદના જીટોડીયા રોડ ઉપર રહેતા એક વ્યક્તિ સાથે બન્યો છે. જેમાં પેટીએમ રીન્યુ કરવાના બહાને કોઈ હિન્દી ભાષી ગઠિયાએ 2.28 લાખ ઉપરાંતની રકમ ઠગી લીધી છે. જે અંગે આણંદના સાયબર સેલમાં ફરિયાદ કરવામાં આવતાં પોલીસે અરજી લઈને તપાસનો દોર હાથ ધર્યો છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પેટીએમના મોટાભાગના એકાઉન્ટ્સ કેવાયસીના કારણે હાલ બંધ હાલતમાં પડ્યા છે. આ તકનો લાભ લઈને સાયબર ક્રિમીનલો દ્વારા પેટીએમ રીન્યુ કરાવવાના બહાને ગ્રાહકોને વિશ્વાસમાં લઈને તેમની સાથે ઓનલાઈન ઠગાઈ કરવા લાગ્યા છે. ગત 7મી તારીખના રોજ જીટોડીયા રોડ ઉપર રહેતા એક વ્યક્તિને કોઈ ગઠિયાએ પેટીએમ અમદાવાદ શાખામાંથી બોલુ છું. તેમ જણાવીને તમારું પેટીએમ રીન્યુ કરવાની વાત કરી હતી. વ્યક્તિએ પોતાનું પેટીએમ રીન્યુ કરવાનું કહેતા જ પેલા ગઠિયાએ ગૂગલમાંથી એક એપ્સ મોબાઈલમાં વર્ક કરતા-કરતાં દેખાય તેવી ડાઉનલોડ કરાવી હતી અને તેના પર ગઠિયા દ્વારા જેમ કહે તેમ ભોગ બનનાર કરતા જ તેમના એસબીઆઈના ખાતામાંથી રૂપિયા અન્ય ખાતામાં ટ્રાન્સફર થવા માંડ્યા હતાં.

ભોગ બનનાર વ્યક્તિ દ્વારા રૂપિયા ઉપડવાની વાત કરતાં જ પેલા ગઠિયાએ તમોને રીફંડ મળી જશે. તેવો પાકો વિશ્વાસ અને ભરોસો આપ્યો હતો અને ત્યારબાદ એસબીઆઈના બેંક એકાઉન્ટમાં જમા પડેલી કુલ 1.75 લાખની રકમમાંથી ક્યારેક 5 હજાર, 10 હજાર, 40 હજાર એમ મળીને કુલ 1,74,965 ઠગી લીધા હતા. ત્યારબાદ પંજાબ નેશનલ બેંકના એકાઉન્ટમાંથી પણ 54 હજાર ટ્રાન્સફર કરી લીધા હતા. આમ, કુલ 2,28,965ની રકમ ઉપડી લીધી હતી. બીજા દિવસે પણ આ રકમ રીફંડ ન થતાં વ્યક્તિ ચોંકી ઉઠ્યા હતા અને તપાસ કરતાં તેમની સાથે ઠગાઈ થઈ હોવાનું લાગ્યું હતું.

બે-બે એકાઉન્ટમાંથી પૈસા ઠગી લીઘા છતાં પણ ગઠિયા દ્વારા ફોન કરીને બીજા કોઈ બેંક એકાઉન્ટનું પીટીએમ કરવાનું છે, તેમ પુછપરછ કરવામાં આવતી હતી. બાદમાં ઠગાયેલા વ્યક્તિ તુરંત જ પીએનબી બેંકમાં ગયા હતા અને ત્યાં બચેલા 36 હજાર રૂપિયા ઉપાડી લીધા હતાં. જેથી તે રકમ બચી ગઈ હતી, ત્યારબાદ તેઓએ આણંદની ડીએસપી કચેરીએ આવેલી સાયબર ક્રાઈમની ઓફિસે આવીને પોતાની સાથે થયેલી ઠગાઈની સઘળી હકીકત, ફોન નંબર સહિત તમામ વિગતો આપી હતી. જેના આધારે સાયબર સેલ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.