- કરમસદ મેડિકલ હોસ્પિટલ બહાર 108એ બચાવ્યો મહિલાનો જીવ
- પ્રાઇવેટ વાહનમાં દર્દીનું ઓક્સિજન ઘટી જતાં 108એ ઓક્સિજન પૂરો પાડ્યો
- 108 એમ્બ્યુલન્સ આ દર્દી માટે દેવદૂત સમી સાબિત થઈ
આણંદ: રાજ્યમાં ચાલી રહેલી કોરોના મહામારીની બીજી લહેરમાં 108 એમ્બ્યુલન્સ અને તેના સ્ટાફ કોરોના સંક્રમિત દર્દીઓને જરુરી સારવાર મળી રહે તે માટે દિવસ રાત ખડેપગે લડત આપી રહ્યા છે. તેમણે સાબિત કરી દીધું છે કે, તેઓને શા માટે કોરોના વોરિયર્સ કહેવામાં આવે છે. દિવસ-રાત તેઓ એમ્બ્યુલન્સમાં દર્દીઓને સેવા સાથે ઘરેથી હોસ્પિટલ પહોચાડવાની કામગીરી કરી રહ્યા છે, તેઓ દર્દી સાથે રહીને દર્દીઓનું મનોબળ પણ વધારતા હોય છે. આ ઉપરાંત, તેઓ દર્દીઓને કોરોના સામે લડવા માટે મનોબળ પૂરું પાડતા હોય છે. તેવામાં કરમસદ મેડિકલ હોસ્પિટલ બહાર બેડની વાટ જોતા ઉભેલા એક દર્દીને 108 દેવદૂત સમી સાબિત થઈ હતી.
આ પણ વાંચો: આણંદ જિલ્લામાં સૌપ્રથમ વખત 24 કલાકમાં કોરોનાના 78 કેસ સામે આવ્યા
કોરોના મહામારીમાં 108 એમ્બ્યુલન્સનું સરાહનીય કામગીરી
આ ઘટના, વલ્લભ વિદ્યાનગર ખાતે આવેલી 108 એમ્બ્યુલન્સ દ્વાકા એક કોવિડ દર્દીને શ્રીકૃષ્ણ હોસ્પિટલમાં લઇ ગયા હતા. 108 એમ્બ્યુલન્સ કોરોના મહામારીમાં વધેલા કેસના કારણે હોસ્પિટલ બહાર કોવિદ દર્દીઓને દાખલ કરવા વેઇટિંગની લાઇનમાં ઊભી હતી. તે દરમયાન, એક પ્રાઇવેટ ગાડીમા અવેલા દર્દીનુ ઓક્સિજન લેવલ ખૂબ ઓછું થઈ જતાં તેના સગા દ્વારા 108 એમ્બ્યુલન્સના સ્ટાફને જાણ કરતા EMT ભારતીબેન અને પાયલોટ સુરેશભાઈ દ્વારા બીલકુલ ટાઇમ બગડ્યા વગર તે દર્દીને એમ્બ્યુલન્સમાંથી ઓક્સિજન માટેની 2 પાઇપને જોડીને ઓક્સિજન સપ્લાય ગાડી સુઘી લંબાવી ગાડીમાં બેઠેલા દર્દીને ઓક્સિજન પૂરો પાડ્યો હતો.
આ પણ વાંચો: ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા
એમ્બ્યુલન્સના કાર્ય દ્વારા દર્દીની તબીયતમાં સુધાર
આ રીતે, એમ્બ્યુલન્સના કર્મચારીઓ દ્વારા કામ કરતા દર્દીનું ઓક્સીજન લેવલ વધ્યું હતું અને દર્દીનો જીવ બચાવ્યો હતો. આ ઘટનામાં 108 એમ્બ્યુલન્સ આજે એક દર્દી માટે દેવદૂત સમી સાબિત થઈ હતી. આ કામગીરને કારણે તેમના EME નઝીર વહોરાએ તેમની કામગીરીને બિરદાવી હતી.