ETV Bharat / state

અમરેલી-જૂનાગઢમાં ચોમાસામાં આફત વરસાવતી ઈયળો - DMN

અમરેલીઃ સામાન્યતઃ ચોમાસાની સિઝનમાં ગ્રામ્ય અને તેમાંય ખાસ કરીને સીમાડા વિસ્તારમાં જોવા મળતી મીલીપેડ ઈયળ મોટા પ્રમાણમાં નીકળી પડે છે. આ બિનઝેરી ઈયળોના ઉપદ્રવ સામે તંત્ર પણ લાચાર છે.

પ્
author img

By

Published : Jul 3, 2019, 6:16 PM IST

વરસાદની ઋતુમાં અમરેલી-જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. ગામમાં સર્વત્ર ઈયળોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામની શેરીઓ, જાહેર માર્ગો, શાળાઓ, ઘરમાં તમામ સ્થળે સર્વત્ર ઈયળો જ ઈયળો ફેલાઈ ગઈ છે. આ ઈયળોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ભોજન રાંધતી અને જમતી વખતે ખૂબ સાવધાની રાખવી પડે છે. વરસાદ પડ્યા બાદ એકાએક આ ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે.

અમરેલી-જૂનાગઢમાં ચોમાસામાં આફત વરસાવતી ઈયળો

ગામમાં ફેલાયેલી ઈયળોને જીવવિજ્ઞાન મીલીપેડ તરીકે ઓળખે છે. મીલીપેડ શબ્દ મૂળ લેટીન ભાષાનો છે. અને તેનો અર્થ થાય છે એક હજાર પગવાળું, નામ મુજબ જ, મીલીપેડ ઈયળને 40થી 400 પગ હોય છે. આ વિશે સાયન્સ કહે છે કે, આ ઈયળ માનવસભ્યતાના અસ્તિત્વ પૂર્વેથી પૃથ્વી પર હયાત છે. બાયોલોજીમાં તેનો ઈન્સેક્ટ લાર્વા ગૃપમાં સમાવેશ કરાયેલો છે. ચોમાસું તેની બ્રીડીંગ સીઝન છે. અને ભેજયુક્ત વાતાવરણમાં તેનો ઉપદ્રવ અતિશય વધી જતો હોય છે.
મીલીપેડ બીનઝેરી છે. તે ડંખ પણ મારતી નથી. તેના પર અન્ય જીવ હુમલો કરે ત્યારે તે ગોળ ગુંચડું વળી જાય છે. તે ભેજયુક્ત જમીનમાં ઈંડા મુકે છે. તે અલ્પજીવી અને નિરુપદ્રવી છે.ઈયળનો ઉપદ્રવ જીવલેણના હોઈ સરકારી તંત્રો નિશ્ચિંત છે. પરંતુ, આ ઈયળના લીધે જે તે વિસ્તારમાં લોકોની મુશ્કેલીનો પાર નથી રહેતો તે પણ હકીકત છે.

ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં ઘણા વર્ષથી જૂલાઈ માસમાં આવી ઈયળોનો ઉપદ્રવ ફેલાતો હોય છે. કચ્છમાં વર્ષ 2013-14માં નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં આ ઈયળો એ એટલો કહેર વરસાવ્યો હતો. કે, જેના કારણે ગામનાં કેટલાંક પરિવારોએ ગામમાંથી હિજરત કરી હતી. તો ગામની પ્રાથમિક શાળા પણ બંધ રાખવાની નોબત આવી હતી.

ઈયળોના ઉપદ્રવ પર કાબુ મેળવવાના ઉપાયો

  • ઘરને ભેજમુક્ત રાખો
  • બાથરુમ-ટોયલેટ અને પાણિયારા વગેરે સ્થળો કોરા રાખો
  • ઘરનાં બારી-બારણાં મજબૂત રીતે બંધ રાખો જેથી તે ઘરમાં નહીં પ્રવેશી શકે.
  • આ ઈયળના દર કે તેના જથ્થાની આસપાસ ચૂનાનું પાણી રેડવાથી તેનો ઉપદ્રવ ઘટી જાય છે.
  • કેરોસીન રેડવાથી પણ આ ઈયળ દૂર જતી રહે છે.
  • તમાકુનો ભૂકો છાંટવાથી પણ તેના ઉપદ્રવ પર મહદઅંશે કાબૂ મેળવી શકાય છે
  • ભોજન બનાવતી વખતે વાસણ ઢાંકેલા રાખો. ખોરાકમાં તે પડી જાય અને તેવો ખોરાક પેટમાં જાય તો એલર્જીક રીએક્શન આવી શકે છે.
  • રાત્રે સૂતી વખતે કાનમાં રુના પુમડાં રાખો. સૂઈ રહેલાં બાળકોના કાન-મોં ખાસ ઢાંકી રાખો.

Intro:વાપી :- સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલીના કેટલાક ગ્રામ્ય વિસ્તારમાં જોવા મળતી ઈયળોને જીવ વિજ્ઞાનની ભાષામાં મીલીપેડ કહે છે. ચોમસાની સીઝનમાં તેનો ઉપદ્રવ ફેલાય છે. આ ઈયળો બીનઝેરી છે. પરંતુ તેના ઉપદ્રવ સામે સરકારી તંત્રો પણ લાચાર છે. Body:વરસાદની ઋતુમાં અમરેલી-જૂનાગઢ જિલ્લાના કેટલાક વિસ્તારમાં જીવાતનો ઉપદ્રવ વધ્યો છે. ગામમાં સર્વત્ર ઈયળોનું સામ્રાજ્ય છવાઈ ગયું છે. ગામની શેરીઓ, જાહેર માર્ગો, શાળાઓ, ઘરમાં તમામ સ્થળે સર્વત્ર ઈયળો જ ઈયળો ફેલાઈ ગઈ છે. આ ઈયળોએ લોકોનું જીવવું હરામ કરી નાખ્યું છે. ભોજન રાંધતી અને જમતી વખતે ખૂબ સાવધાની રાખવી પડે છે. વરસાદ પડ્યા બાદ એકાએક આ ઈયળોનો ઉપદ્રવ વધી ગયો છે. ત્યારે આવો જાણીએ આ ઉપદ્રવી પણ બિન ઝેરી ઈયળો વિશે 

ગામમાં ફેલાયેલી ઈયળોને જીવવિજ્ઞાન મીલીપેડ તરીકે ઓળખે છે. મીલીપેડ શબ્દ મૂળ લેટીન ભાષાનો છે. અને તેનો અર્થ થાય છે એક હજાર પગવાળું, નામ મુજબ જ, મીલીપેડ ઈયળને ચાળીસથી લઈ ચારસો પગ હોય છે. સાયન્સ કહે છે કે, આ ઈયળ માનવસભ્યતાના અસ્તિત્વ પૂર્વેથી પૃથ્વી પર હયાત છે. બાયોલોજીમાં તેનો ઈન્સેક્ટ લાર્વા ગૃપમાં સમાવેશ કરાયેલો છે. ચોમાસું તેની બ્રીડીંગ સીઝન છે. અને ભેજયુક્ત વાતાવરણમાં તેનો ઉપદ્રવ અતિશય વધી જતો હોય છે.

મીલીપેડ બીનઝેરી છે. તે ડંખ પણ મારતી નથી. તેના પર અન્ય જીવ હુમલો કરે ત્યારે તે ગોળ ગુંચડું વળી જાય છે. તે ભેજયુક્ત જમીનમાં ઈંડા મુકે છે. તે અલ્પજીવી અને નિરુપદ્રવી છે. તેના પર નિયંત્રણ મેળવવા નિષ્ણાતો વિવિધ ઘરગથ્થુ ઉપાય સૂચવે છે. જે મુજબ

ઘરને ભેજમુક્ત રાખો...બાથરુમ-ટોયલેટ અને પાણિયારા વગેરે સ્થળો કોરાં હશે તો ઈયળનો ઉપદ્રવ નહીં થાય

ઘરનાં બારી બારણા મજબૂત રીતે બંધ રાખો જેથી તે ઘરમાં નહીં પ્રવેશી શકે.

આ ઈયળના દર કે તેના જથ્થાની આસપાસ ચૂનાનું પાણી રેડવાથી તેનો ઉપદ્રવ ઘટી જાય છે

કેરોસીન રેડવાથી પણ આ ઈયળ દૂર જતી રહે છે.

તમાકુનો ભૂકો છાંટવાથી પણ તેના ઉપદ્રવ પર મહદઅંશે કાબૂ મેળવી શકાય છે

ભોજન બનાવતી વખતે વાસણ ઢાંકેલા રાખો. ખોરાકમાં તે પડી જાય અને તેવો ખોરાક પેટમાં જાય તો એલર્જીક રીએક્શન આવી શકે છે.

રાત્રે સૂતી વખતે કાનમાં રુના પુમડાં રાખો. સૂઈ રહેલાં બાળકોના કાન-મોં ખાસ ઢાંકી રાખો.  

ઈયળનો ઉપદ્રવ જીવલેણ ના હોઈ સરકારી તંત્રો નિશ્ચિંત છે. પરંતુ, આ ઈયળના લીધે જે તે વિસ્તારમાં લોકોની મુશ્કેલીનો પાર નથી રહેતો તે પણ હકીકત છેConclusion:ઉલ્લેખનીય છે કે, સૌરાષ્ટ્ર કચ્છમાં ઘણા વર્ષથી જૂલાઈ માસમાં આવી ઈયળોનો ઉપદ્રવ ફેલાતો હોય છે. કચ્છમાં વર્ષ 2013-14માં નખત્રાણા તાલુકાના કેટલાક ગામોમાં આ ઈયળો એ એટલો કહેર વરસાવ્યો હતો. કે, જેના કારણે ગામનાં કેટલાંક પરિવારોએ ગામમાંથી હિજરત કરી હતી. તો ગામની પ્રાથમિક શાળા પણ બંધ રાખવાની નોબત આવી હતી.

Photo net image 
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.