અમરેલીઃ અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર યથાવત છે. બપોર બાદ વાતાવરણમાં આવ્યો પલટો, ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદ સતત પડી રહ્યો છે. ભર ઉનાળે ચોમાસા જેવી સ્થિતિ જોવા મળી રહી છે. ચારેય બાજુ પાણી પાણી દૃશ્યો જોવા મળી રહ્યા હતા.
બપોર બાદ વાતાવરણમાં પલટો આવતાં અમરેલીના ખાંભા, લીલીયા, લાઠી અને બાબરા સહિતના વિસ્તારમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ શરૂ થયો હતો. કમોસમી વરસાદને લઈને ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. બીજી તરફ ભારે પવન અને ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે સાવરકુંડલાના ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા ચાલતા સેવયજ્ઞમાં આજ ફરી વિઘ્ન પડ્યું હતું, ભારે પવન ફુંકાતા મંડપ અને ખુરશીઓ ઉડ્યા હતા પરંતુ તેમાં કોઈ જાનહાની થઈ નથી.