ETV Bharat / state

મહાદેવને પ્રિય એવું બીલીપત્ર, શું તમે જાણો છો બીલીમાં કેવા કેવા પ્રકાર હોય છે ? - gujarati news

અમરેલીઃ શ્રાવણ માસની શરુઆત થતા જ ભગવાન ભોળાનાથને રિઝવવા શિવભક્તો બિલ્લિપત્રથી પૂજા કરતા હોય છે. તેથી ભગવાન શિવને 11, 21, 51,101 તેમજ 108 બિલ્વપત્રોથી અભિષેક કરતા હોય છે. સામાન્ય રીતે બિલ્લિપત્ર ત્રણ પર્ણ વાળુ જોવા મળતુ હોય છે, પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે રહેતા ઉકાભાઇ ભટ્ટીની વાડીમા 3, 5, 6, 7, 8 અને 9 પર્ણો વાળા બિલ્લિપત્ર ઊગે છે.

billpatra tree
author img

By

Published : Aug 12, 2019, 12:15 PM IST

ધારી તાલુકાના દીતલા ગામના ઉકાભાઇ ભટ્ટીની વાડીમાં ત્રણ, ચાર, પાંચ, છ, સાત અને આઠ પર્ણ વાળા બીલીપત્રનું ઝાડ છે. આવું અનોખુ ઝાડ ભાગ્યે જ જોવા મળે છે. ખૂબ જ ઓછા લોકોને ખબર હશે કે, ત્રણથી વધુ પર્ણ વાળા બીલીપત્ર થાય છે. ઉકાભાઈએ જણાવ્યું કે, તેમની વાડીએ અનોખુ ઝાડ હોવાથી તેઓ પણ ગૌરવ અનુભવે છે. ઉકાભાઇની વાડીમાંથી આ બીલીપત્રો સોમનાથ મંદીર, કંકાઇ મંદીર, બાણેજના મંદીરે, બાજુમા આવેલ ભુતનાથ મહાદેવના મંદીરે અને અનેક સુપ્રસિદ્ધ મંદીરે શ્રાવણ મહિનામાં લોકો શિવજીને અર્પણ કરવા લઇ જાય છે.

બીલીપત્રનું 3, 5, 7, 9 પર્ણવાળું અનોખુ વૃક્ષ

ઉકાભાઇની વાડીમાથી લોકો રોઝના હજારો બીલીપત્રો ભગવાન શિવજીને ચડાવવા લઇ જાય છે. ઉકાભાઇ શ્રાવણ મહીનામા ફ્રીમા લોકોના ઘરે બીલીપત્રોના પર્ણ મોકલે છે. આમ શ્રાવણ મહીનામાં લોકો દીતલા ગામને જરુરથી યાદ રાખે છે. આ પર્ણ રાજકોટ, જૂનાગઢ, અમરેલી, સાવરકુંડલા, જામનગર, મોરબી વગેરે જગ્યાએ મોકલવામા આવ છે. એટલું જ નહી હવે તો વિદેશથી પણ ઉકાભાઇ ભટ્ટીને ફોન આવે છે અને ઉકાભાઇ પોતાના સ્વખર્ચે લંડન, આફ્રીકા તેમજ કેનેડા જેવા દેશોમાં કુરીયર કરી દે છે. જેથી શ્રાવણ માસમા ઉકાભાઇની અનેરી સેવા જોવા મળે છે.

Intro:શ્રાવણ માસ શરુ થતાજ ભગવાન ભોળાનાથ ને રિઝવવા શિવ ભક્તો અનેક દ્રવ્યો થી પુજા કરતા હોય છે પરંતુ ભગવાન શિવ ને જો કોઇ વસ્તુ પ્રિય હોય તો તે છે બિલ્વપત્ર. શ્રાવણ માસ શિવ ભકતો ભગવાન શિવ ને 11,21,51,101 તેમજ 108 બિલ્વપત્રોથી અભિશેક કરતા હોય છે.સામાન્ય રીતે બિલ્વપત્ર ત્રણ પર્ણ વાળુ જોવા મળતુ હોય છે.પરંતુ ધારી તાલુકાના દિતલા ગામે રહેતા ઉકાભાઇ ભટ્ટીની વાડીમા 3,5,6,7,8 અને 9 પર્ણો વાળા બિલ્વપત્ર થાય છે.Body:શ્રાવણ માસમાં ભગવાન ભોળાનાથ ને બીલીપત્ર ચડાવવાનુ ખુબજ મહત્વ છે.સામાન્ય રીતે આપણે બીલીપત્ર ત્રણ પર્ણ વાળા જોયા છે.પણ ધારી તાલુકાના દીતલા ગામએ ઉકાભાઇ ભટ્ટીની વાડીમા ત્રણ,ચાર,પાંચ,છ,સાત અને આઠ પર્ણ વાળા બીલીપત્રનુ ઝાડ થયુ છે.આવુ ઝાડ ભાગ્યેજ જોવા મળે છે.ખુબજ ઓછા લોકોને ખબર હશે કે ત્રણથી વધુ પર્ણ વાળા બીલીપત્ર થાય છે.ઉકાભાઇ ને પુછતા તેઓ પણ ગૌરવ અનુભવે છે.વળી ઉકાભાઇ શિવજીના પરમ ભકત પણ છે.ઉકાભાઇ ની વાડીમાથી આ બીલીપત્રો સોમનાથ મઁદીર,કંકાઇ મઁદીર,બાણેજના મઁદીરે તેમજ બાજુમા આવેલ ભુતનાથ મહાદેવ ના મઁદીરે અને આવા તો અનેક સુપ્રસિદ્ધ મઁદીરે શ્રાવણ મહિનામા બીલીપત્રો ના પર્ણ લોકો શિવજીને અર્પણ કરવા લઇ જાય છે.
ઉકાભાઇની વાડીમાથી લોકો રોઝ ના હજારો બીલીપત્રો ભગવાન શિવજીને ચડાવવા લઇ જાય છે.ઉકાભાઇ શ્રાવણ મહીનામા ફ્રીમા લોકોના ઘરે બીલીપત્રોના પર્ણ મોકલે છે.આમ શ્રાવણ મહીનામા લોકો દીતલા ગામને જરુરથી યાદ રાખે છે.આ પર્ણ રાજકૉટ,જુનાગઢ,અમરેલી,સાવરકુંડલા,જામનગર,મોરબી વગેરે જગ્યાએ મોકલવામા આવ છે.હવે તો વિદેશમાથી પણ ઉકાભાઇ ભટ્ટી ઉપર ફોન આવે છે અને ઉકાભાઇ પોતાના સ્વખર્ચે લંડન,આફ્ર્રીકા તેમજ કેનેડા જેવા દેશોમા કુરીયર કરી દે છે.આમ શ્રાવણ માસમા ઉકાભાઇ ની અનેરી સેવા જોવા મળે છે.

બાઇટ - 1 - ઉકાભાઇ ભટ્ટી - વાડીમાલીક - શિવભક્ત - દિતલા ગામConclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.