કેન્દ્રીય મંત્રી પુરષોત્તમ રૂપાલા શનિવારના રોજ અમરેલીના ઇશ્વરીયા ખાતે ખેડુતોના શિબિર કાર્યક્રમમાં પાણી મુદ્દે વાત કરી હતી. તેમણે ખેડૂતોને પાણી પહોંચડવા અંગે વાત કરીને ખેડૂતો મળતી સરકારી સહાય વિશે વિસ્તૃત માહિતી આપી હતી. આ ઉપરાંત જૂનાઢ યુનીવર્સિટી દ્વારા શરૂ કરાયેલાં પાયલોટ પ્રોજેક્ટ વિશે જાણકારી હતી. સાથે જિલ્લાના ત્રણ ગામોને આ પ્રોજેક્ટનો લાભ આપવા અંગે જણાવ્યું હતું.
આમ, કેન્દ્રીયપ્રધાને ખેડૂત શિબિરમાં હાજરી આપી ખેડૂતોને સરકારી યોજનાઓ અને નવા પ્રોજક્ટ વિશે જાણકારી આપી હતી.