ETV Bharat / state

Illegal Lion Sighting : રિઝર્વ ફોરેસ્ટમાં લાયન શો કરતા "લિયો સવાના" હોટલના બે શખ્સ ઝડપાયા

જંગલ વિસ્તાર વન્યપ્રાણીઓના વસવાટ માટે આરક્ષિત કરવામાં આવે છે. પરંતુ કેટલાક અસામાજિક તત્વો અવારનવાર ગાડીઓ લઈને જંગલ વિસ્તારમાં ઘૂસી જતા હોય છે. ત્યારે તાજેતરમાં જ આવા ત્રણ લોકો સામે વનવિભાગ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી. તેમની પૂછપરછ કરતા અન્ય નામ પણ ખુલ્યા હતા. જેમાં અન્ય બે શખ્સોને ઝડપી પાડી એડવાન્સ રિકવરી પેટે એક લાખનો દંડ ફટકાર્યો હતો.

Illegal Lion Sighting
Illegal Lion Sighting
author img

By ETV Bharat Gujarati Team

Published : Aug 26, 2023, 10:40 PM IST

રિઝર્વ ફોરેસ્ટમાં લાયન શો કરતા "લિયો સવાના" હોટલના બે શખ્સ ઝડપાયા

અમરેલી : ધારી ગીર પૂર્વ આસપાસના વિસ્તારમાં મોટા પ્રમાણમાં વન્ય પ્રાણીનો વસવાટ છે. જિલ્લામાં સૌથી મોટો જંગલ વિસ્તાર ધારી ગીર પૂર્વ વિસ્તાર આંબરડી સફારી પાર્ક પણ અહીં આવેલ છે. જ્યાં સિંહનો મોટા પ્રમાણમાં વસવાટ છે. તેમ છતાં કેટલાક અસામાજિક તત્વો સિંહ દર્શન કરવા માટે રેવન્યુ અને ગીર જંગલ વિસ્તારના પ્રતિબંધિત વિસ્તારમાં જતા હોય છે.

ગેરકાયદે સિંહ દર્શન : જંગલમાં જ્યાં વન્યપ્રાણીઓ વસવાટ કરી રહ્યા છે. ત્યાં તેમને નિહાળવા લોકો કેટલીક વખત ઘુસતા હોય છે. પરંતુ આ વન્યપ્રાણીઓને પરેશાન કરવા જેવું હોવાને કારણે વનવિભાગને આવા લોકો વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી કરવાની વારંવાર ફરજ પડે છે. ઉલ્લેખનીય છે કે, સિંહ દર્શન જેવી ઘટનાઓમાં વનવિભાગ દ્વારા વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ 1972 ની કલમ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે.

વન વિભાગની કાર્યવાહી : આવો જ એક નવો કિસ્સો સામે આવતા ધારી ગીરપુર્વના જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરનારા તત્વો સામે વન વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. થોડા દિવસ પહેલા સરસીયા રેંજમાં ઘેટી ડેમ જંગલ વિસ્તારમાં ગેરકાયદે સિંહ દર્શન કરવા ઘુસેલા ત્રણ શખ્સો સામે વન વિભાગે કાર્યવાહી કરી હતી. ત્યારબાદ વધુ બે શખ્સોને ઝડપી લઇ એક લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સરસીયા રેંજ હસ્તકના ધારીના ઘેટી ડેમ અનામત જંગલ વિસ્તારમાં તારીખ 17 ના રોજ ફોર વ્હીલ લઇ ગેરકાયદે જંગલમાં ઘૂસી સિંહ દર્શન કરતા પ્રતીક ડાભી, હરપાલ વાળા અને જયદીપ ખાચર નામના શખ્સોને વનવિભાગે ઝડપી લીધા હતા. કાયદાકીય કાર્યવાહીના ભાગરૂપે તેઓને દંડ ફટકાર્યો હતો. -- જ્યોતિબેન વાજા (RFO, સરસીયા રેંજ)

એક લાખનો દંડ : વનવિભાગની પુછપરછમાં ફોર વ્હીલમાં વધુ કેટલાક શખ્સો ગેરકાયદે સિંહ દર્શન કરતા હતા તે અંગેની માહિતી સામે આવી હતી. જેને પગલે વન વિભાગે ગઇકાલે સાર્થક લાઠીયા અને કિશન અરવિંદભાઈ પરમાર નામના બે શખ્સોને ઝડપી લઇ ગુનો નોંધ્યો હતો. ઉપરાંત તેઓને એડવાન્સ રિકવરી પેટે એક લાખનો દંડ ફટકાર્યો હતો. ડીસીએફ રાજદીપસિંહ ઝાલાની સુચનાથી આરએફઓ જયોતિ વાજા સહિત ટીમે આ કાર્યવાહી કરી હતી.

  1. Lion In Gohilwad : વલભીપુરના દરવાજે ડણક સંભળાઈ, સિંહ પરિવારનો અદ્ભૂત આકાશી નજારો
  2. Amreli Lion Viral Video : સોમનાથ-ભાવનગર હાઇવે પર લટાર મારતો સિંહ પરિવારનો વિડીયો થયો વાયર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.