અમરેલીઃ શનિવારે અમરેલીના ગજેરાપરા વિસ્તારના ૫૫ વર્ષીય મહિલાનું મૃત્યુ થયું છે. જે મહિલાનો કોરોના રિપોર્ટ આજે પોઝિટિવ આવ્યો છે. જેની સાથે જિલ્લામાં આત્યારસુધી કુલ 10 કેસ નોંધાયા છે.
આ મહિલાને શનિવાર સવારે દાખલ કરવામાં આવ્યા ત્યારે જ એમની પરિસ્થિતિ ઘણી ક્રિટિકલ હતી. જેના પગલે તેમનું ગઈકાલે જ મોત થયું હતું. તેમની અંતિમવિધિ પણ ગાઇડલાઈન મુજબ કરવામાં આવી હતી.
હાલ, આ મૃતક દર્દીના કોન્ટેક્ટમાં આવેલા તમામના ટ્રેસીંગની કાર્યવાહી તેમજ દર્દીના રહેઠાણની આસપાસના વિસ્તારને કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરવાની કામગીરી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવી છે.