અમરેલીઃ જિલ્લાનાં જાફરાબાદના બાબરકોટ ગામેથી દરિયામાં ડૂબેલા તરુણની રાજુલાના ખેરા પટવા દરિયાકિનારેથી મૃતદેહ મળ્યો હતો.
જાફરાબાદના બાબરકોટ ગામેથી દરિયામાં ડૂબેલા તરુણનો મૃતદેહ મળી આવ્યો હતો. બાબરકોટથી 30 કિમી દૂર રાજુલાના ખેરા પટવા દરિયા કિનારેથી 24 કલાક બાદ મૃતદેહ મળ્યો હતો. પૂર્વ સંસદીય સચિવ હીરા સોલંકી પણ દરિયા કાંઠે પહોચ્યા હતા. લાપતા તરુણ અંતે મૃત હાલતમાં મળી આવ્યો હતો. આ ઘટનાની જાણ થતા પીપાવાવ મરીન પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.