અમરેલી: હાલ સોશિયલ મીડિયામાં ઓડિયો તેમજ વીડિયો કલીપ વાયરલ થતી હોય છે. તેવામાં આજે અમરેલી જિલ્લાના સતત ત્રણ ટર્મથી સાસંદ તરીકે ચુંટાઈ આવતા ભાજપના સાંસદ નારણભાઇ કાછડીયા ઓડિયો ક્લિપ વાયરલ થઇ હતી. સાવરકુંડલા પાલિકાના ઉપપ્રમુખ પ્રતીક નાકરાણી અને ભાજપ સાંસદ વચ્ચેની વાતચીતની ઓડિયો ક્લિપ છે. જેમાં જિલ્લાના સાવરકુંડલા તાલુકાના નગરપાલિકામાં કામ કરતી કન્ટ્રક્શન એજન્સી બાબતે પાલિકાના ઉપપ્રમુખને ધમકાવતા હોય તેવા પ્રકારની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી.
આ ક્લીપમાં નારણભાઇ દ્વારા સામા પક્ષના વ્યક્તિને ધમકાવતા હોય તેવા પ્રકારના શબ્દો ઓડિયો ક્લિપમાં સંભાળવા મળી રહ્યા છે. જેમાં નારણભાઇ દ્વારા મારા 30 વર્ષનું સાવરકુંડલામાં રાજકારણ છે તારે કહેવું હોય તેને કહી દેજે. મારે શું કરવું તે મને સારી રીતે ખબર છે. કોઈના કહેવાથી કે વાતમાં આવીને તું ક્યાંય પણ મારી વચ્ચે પડતો નહિ નહિતર હું જરા પણ ઓછો નહિ ઉતરીશ નહિ. મને ક્યાં શું થાય છે શું થવાનું છે એ પણ બધી પ્રકારની માહિતી મને મળતી રહે છે.
ભાજપમાં ખળભળાટ: નારણભાઇ આ પ્રકારની કડક ભાષાનો પ્રયોગ કરતા જોવા મળ્યા હતા. તેમજ કેટલાક અપશબ્દોના પ્રયોગ સાથે ધમકીભર્યા અવાજમાં કરી વાત કરતા હોય અને મારે બીજી કોઈ દલીલ સાંભળવી નથી તેવું ઓડિયો ક્લિપમાં સાંભળવા મળી રહ્યું છે. ભાજપના સાંસદ નારણ કાછડીયાની વાયરલ ઓડિયો ક્લિપ સામે આવતા ભાજપમાં ખળભળાટ મચ્યો છે. સાંસદ ઘણી વાર વિવાદમાં પણ આવ્યા છે. ત્યારે હાલ આ ઓડિયો ક્લિપમાં સામેવાળો વ્યક્તિ પણ આજીજી કરી રહ્યા હોય તેવા પ્રકારની ઓડિયોમાં સાંભળવામાં મળી રહ્યું છે.