- 65 વર્ષીય મહિલામાં મ્યુકોરમાઇકોસીસના લક્ષણો દેખાયા
- સ્થાનિક આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન લક્ષણો જોવા મળ્યા
- રિપોર્ટ માટે મહિલાને ભાવનગર ખાતે મોકલેવામાં આવી
અમરેલી : લાઠી તાલુકાના દામનગરમાં રેહતા 65 વર્ષીય મહિલા કુંદનબેન પ્રેમજી રાઠોડ નામના મહિલાની ત્યાંના સ્થાનિક આરોગ્ય વિભાગની તપાસ દરમિયાન મ્યુકોરમાઇકોસીસ નામના રોગના લક્ષણો જોવા મળ્યા હતા.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રમાં કોરોના બાદ મ્યુકોરમાઇકોસીસનો કહેર
નાકના ડાબી બાજુએ સોજો આવ્યો અને આંખ પણ સોજાઇ ગઇલાઠી તાલુકા હેલ્થ ઓફિસર શ્રી ડૉ. મકવાણા સાહેબ સાથે ETV Bharat દ્વારા સંપર્ક કરતા જાણવા મળ્યું કે, કુંદનબેનને નાકના ડાબી બાજુએ સોજો આવી ગયો હતો અને આંખ પણ સોજાઇ ગઈ હતી. કુંદન બેનને 22/5/2021ના રોજ કોરોના પોઝિટિવ આવ્યો હતો. જ્યારે 5/5/2021ના રોજ આ મ્યુકોરમાઇકોસીસ નામના રોગના લક્ષણો જોવા મળ્યા હતા. આ રોગના રિપોર્ટ માટે મહિલાને ભાવનગર મોકલેલી છે.આ પણ વાંચો : મ્યુકોરમાઇકોસીસ રોગમાં જોવા મળી રહ્યો છે વધારો, જાણો શું છે આ બીમારી