રાજુલાના કોટડી ગામમાં ખુલ્લા પ્લોટમાં જાહેરમાં અમુક ઇસમો જુગાર રમે છે. તેવી હકીકત મળતાં બાતમીમાં વર્ણન વાળી જગ્યાએ રેડ કરતા જેમાં મનુ વલકુ વરૂ, મગન હમીરભ જાદવ, અશોક મંગળુ વરૂ, સુરેશ ભાભલુ કોટીલા, મહેશ મંગળુ વરૂ,આ પાંચ ઇસમોની SOGની ટીમે ઝડપી લીધા હતા.
અને તેમાથી વનરાજ ચંપુ ધાખડા અને ભગીરથ મણકુ કોતીલા ફરાર થય ગયેલા છે. આ પાંચ આરોપીઓ પાસેથી રોકડ 25,690, ગંજીપત્તાના પાના, 6 મોબાઇલ કિ.15,000 તથા TUV કાર કિ.7,00,000 કુલ મુદામાલ સહિત 7,40,690 સાથે રેઇડ દરમ્યાન પકડાયેલ હોય તેની સામે જુગાર ધારા હેઠળ રાજુલા પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ આપી વધુ તપાસ અર્થે સોંપી આપેલ છે