અમરેલીઃ જિલ્લાના સાવરકુંડલા નગરપાલિકાના કર્મચારીએ ચીફ ઓફિસરના ત્રાસથી કંટાળીને આપઘાતનો પ્રયાસ કરતા ચકચાર મચી ગઇ હતી. નગરપાલિકામાં ફરજ બજાવતા હિમાંશુ વસાણીએ તેમના પુત્રના મોબાઈલ પર સુસાઈટ નોટ મોકલી હતી.
![સાવરકુંડલામાં નગરપાલિકાના કર્મચારીએ ચીફ ઓફિસરના ત્રાસથી કંટાળી કર્યો આત્મહત્યાનો પ્રયાસ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-03-sucide-gj10032_24072020232945_2407f_1595613585_68.jpeg)
કર્મચારી હિમાંશુ વસાણી તેમના ઘરે દવા પીને આત્મહત્યાની કોશિશ કરતા તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ચીફ ઓફિસરના માનસીક ત્રાસથી આત્મહત્યાનુ પગલુ ભર્યુ હોવાનું મોબાઈલ સુસાઈટ નોટમાં ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે. સમગ્ર ઘટનાને લઈને પોલીસ દ્વારા ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
![હિંમાશું વસાણી દ્વારા મોકલવામાં આવેલ સુસાઈડ નોટ](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-03-sucide-gj10032_24072020232945_2407f_1595613585_1036.jpeg)