ETV Bharat / state

Amreli Umiadham: ઉમિયાધામ ખાતે રજત જયંતિ મહોત્સવ, કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની રજતતુલા કરાઈ - કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલા

અમરેલીના લીલીયા ખાતે ઉમિયા માતાજીના ભવ્ય રજતજયંતિ મહોત્સવની ઉજવણી કરવામાં આવી છે. જેમાં કેન્દ્રીય પ્રધાન અને કડવા પાટીદાર સમાજનું ગૌરવ એવા પરુષોત્તમ રૂપાલાની રજત તુલા કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ચાર લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી.

સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિતસમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત
સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત
author img

By

Published : Apr 9, 2023, 9:38 PM IST

ઉમિયાધામ ખાતે રજત જયંતિ મહોત્સવ

અમરેલી: લીલીયા ખાતે ચાર દિવસીય ઉમિયા માતાજીના ભવ્ય રજતજયંતિ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રીય પ્રધાન પરષોત્તમ રૂપાલાની રજતતુલા સહિતના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા. સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત રહ્યા હતા.

1500 જેટલા સ્વયંસેવકો દ્વારા ઉત્સાહભેર માં ઉમિયાના ઉત્સવમાં સેવા આપવા આવ્યા

પરુષોત્તમ રૂપાલાની રજત તુલા: આ ચાર દિવસીય આ કાર્યક્રમમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી ઉમિયા માતાના ઉત્સવમાં સહભાગી બનવા પાટીદારો ઉમટી પડ્યા હતા. ત્યારે આ મહોત્સવની વિવિધતામાં એકતા જોવા મળી હતી. ત્યારે કેન્દ્રીય પ્રધાન અને કડવા પાટીદાર સમાજનું ગૌરવ એવા પરુષોત્તમ રૂપાલાની રજત તુલા કરવામાં આવી હતી.

સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન: આ રજત જયંતિ મહોત્સવ બે વર્ષ પહેલા ઉજવવાનો હતો અને તૈયારીઓ પણ શરૂ કરી દેવાઈ હતી. પરંતુ કોરોના શરૂ થવાથી આ મહોત્સવ બંધ રહ્યો. ત્યારે આ મહોત્સવની કેન્દ્રના પ્રધાન પુરુષોત્તમ રૂપાલાની રજતતુલા સહિત અંદર મેડિકલ કેમ્પ, કૃષિ પ્રદર્શન, બાળકો માટે મનોરંજન નગરી, રોજ રાત્રિના સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.

સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત
સમાજના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પાટીદારો ઉપસ્થિત

આ પણ વાંચો: અમદાવાદમાં વિશ્વનું સૌથી મોટું ઉમિયાધામ બનશે, PM મોદી કરશે ભૂમિપૂજન

જનમેદની ઉમટી: આ કાર્યક્રમમાં ચાર લાખ જેટલી જનમેદની ઉમટી પડી હતી. 1500 જેટલા સ્વયંસેવકો દ્વારા ઉત્સાહભેર માં ઉમિયાના ઉત્સવમાં સેવા આપવા આવ્યા હતા. ઉપસ્થિત અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચનોમાં મહત્વની અને એક વાત દરેકના વક્તવ્યમાં કોમન હતી એ હતી કે સમાજના યુવાનોને શિક્ષણની સાથે સંસ્કારની જરૂર છે. ભાઈઓ વ્યસનો છોડે અને બહેનો ફેશન છોડે તો જ નવી પેઢીનો સમાજ નવી દિશા બતાવતો થશે.

કાર્યક્રમમાં ચાર લાખ જેટલી જનમેદની ઉમટી પડી

આ પણ વાંચો: સુરત ઉમિયાધામમાં 2 વર્ષ પછી એકસાથે 40000 દિવડાઓની મહાઆરતી કરાઈ

મોરપીછનું છોગુ ઉમેરાયું: આ પ્રસંગે પરુષોત્તમ રૂપાલા એ પોતાની રજતતુલા બદલ પ્રતિભાવ આપતા જણાવ્યું કે રજત જયંતિ મહોત્સવમાં રજત તુલાએ એક મોરપીછનું છોગુ ઉમેરાયું છે. સહકાર નેતા દિલીપ સંઘાણી અને રજતતુલા મહોત્સવ સમિતિના ચેરમેન વજુભાઈના આ પ્રયાસને બિરદાવી આભારી વ્યક્ત કરું છું. રજતતુલામાં ચાંદી અર્પણ થઈ છે તે પુરુષોત્તમ રૂપાલાએ આ સંસ્થાને પરત કરી સારા કાર્યોમાં વાપરવા માટેનું સૂચન કર્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.