ETV Bharat / state

નેતાની નોટબુકમાં પરેશ ધાનાણીનું કેવું છે વજન, અમરેલી વિધાનસભા બેઠકની ટિકીટ માટે તેમનો મોભો જાણો - એમએલએ પરેશ ધાનાણી

ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં જે માંધાતા નેતાઓ પર નજર રહેવાની તેમાં અમરેલી વિધાનસભા બેઠકના એમએલએ પરેશ ધાનાણી ( Potential ticket contenders in Amreli ) પણ છે. ગૃહમાં નેતા વિપક્ષ પરેશ ધાનાણી ( Paresh Dhanani ) પાટીદાર આગેવાન તરીકે જાયન્ટ કિલર પણ છે. તો આજે નેતાની નોટબુકમાં ( Leaders Profile ) પરેશ ધાનાણી પર જુઓ અમારો વિશેષ અહેવાલ.

નેતાની નોટબુકમાં પરેશ ધાનાણીનું કેવું છે વજન, અમરેલી વિધાનસભા બેઠકની ટિકીટ માટે તેમનો મોભો જાણો

author img

By

Published : Nov 1, 2022, 7:10 PM IST

ન્યૂઝ ડેસ્ક આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )કોઈ પણ સમયે જાહેર થઈ શકે છે. અમરેલી વિધાનસભા બેઠક કે જે રાજ્યને ડો જીવરાજ મહેતાના રૂપમાં પ્રથમ મુખ્ય પ્રધાન આપવાનું બહુમાન આજે પણ ધરાવે છે. અહીંથી યુવાન વયે રાજકીય કારકિર્દી શરૂ કરનાર પરેશ ધાનાણી ( Paresh Dhanani ) ધારાસભ્ય બન્યા છે. વર્ષ 2017 ના ચૂંટણી પરિણામો બાદ તેઓ ચાર વર્ષ સુધી રાજ્ય વિધાનસભામાં નેતા પ્રતિપક્ષ તરીકે કામ કરી ચુક્યા છે. પાટીદાર આગેવાન તરીકે ઓળખાતા પરેશ ધાનાણી ( Leaders Profile ) અમરેલી વિધાનસભામાં જાયન્ટ કિલર તરીકે પણ ઓળખાય છે. તો આજે નેતાની નોટબુકમાં અમરેલી વિધાનસભા બેઠકની ટિકીટ માટે પરેશ ધાનાણી ( Potential ticket contenders in Amreli ) પર જુઓ અમારો વિશેષ અહેવાલ.

પરેશ ધાનાણીનો પારિવારિક પરિચય અમરેલીના ધારાસભ્ય પરેશ ધાનાણી ( Paresh Dhanani )નો જન્મ 15 august 1976 ના દિવસે અમરેલીમાં થયો હતો. તેમણે કમાણી આર્ટ્સ અને કોમર્સ કોલેજમાંથી વાણિજ્ય વિષયમાં સ્નાતકની પદવી હાંસલ કરી છે. તેમના પત્નીનું નામ વર્ષાબેન ધાનાણી છે. પરેશ ધાનાણીને સંસ્કૃતિ અને પ્રણાલિ નામની 2 પુત્રીઓ છે જે હાલ અભ્યાસ કરી રહી છે. પરેશ ધાનાણીના પિતાનું નામ દિનુભાઈ અને માતાનું નામ લાભુબેન ધાનાણી. પરેશ ધાનાણી મધ્યમવર્ગી ખેડૂત દિનુભાઈના ઘરે જન્મ લીધો છે તેથી તે આજે પણ ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. પરેશ ધાનાણી રાજકારણ સિવાય સમાજસેવા ખેતી અને અંગ કસરતમાં ખૂબ રૂચિ ધરાવે છે.

પરિવાર સાથે પરેશ ધાનાણી
પરિવાર સાથે પરેશ ધાનાણી

પરેશ ધાનાણીનો રાજકારણમાં પ્રવેશ એનએસયુઆઇના અમરેલી જિલ્લાના પ્રમુખથી રાજકારણની શરૂઆત કરનાર વર્ષ 2002માં પરેશ ધાનાણી ( Paresh Dhanani )ગુજરાત રાજ્યના એનએસયુઆઇના જનરલ સેક્રેટરી તરીકે નિમણૂક કરવામાં આવી હતી. ત્યારબાદ તેઓ અમરેલી વિધાનસભા અને લોકસભા બેઠકની ચૂંટણી લડતા રહ્યા છે. તેઓએ ઓલ ઇન્ડિયા યુવક કોંગ્રેસના જનરલ સેક્રેટરી ઓલ ઇન્ડિયા કોંગ્રેસના સચિવની ( Leaders Profile )સાથે મહારાષ્ટ્ર બિહાર અને ગોવા જેવા ખૂબ જ મહત્વના અને મોટા રાજ્યોમાં પ્રભારી તરીકેની સેવાઓ પણ કોંગ્રેસ પક્ષના એક અદના કાર્યકર તરીકે અદા કરી છે.

પરેશ ધાનાણીની રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન પરેશ ધાનાણી ( Paresh Dhanani )ને ગાંધી પરિવારના ખુબ નજીકના નેતા તરીકે ઓળખવામાં આવે છે. ગાંધી પરિવાર સાથે સતત ધરોબો ધરાવતા યુવા નેતા પરેશ ધાનાણી અમરેલી જિલ્લા કોંગ્રેસમાં આજે મહત્વના યુવા નેતા તરીકે પણ સ્થાન પામી ચુક્યા છે.પરેશ ધાનાણી વર્ષ 2017 થી 2021 સુધી સતત ચાર વર્ષ દરમિયાન રાજ્ય વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે ( Leaders Profile ) સફળતાપૂર્વક કામગીરી કરી હતી. 10 જનપથમાં સીધો પ્રવેશ મેળવનાર નેતા તરીકે પરેશ ધાનાણીની ગણતરી થાય છે. સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સીધા પરેશ ધાનાણી સાથે રાજકારણને લઈને ચર્ચાઓ કરે છે. જે પરેશ ધાનાણીનું રાજકીય કદ દર્શાવી આપે છે.

10 જનપથમાં સીધો પ્રવેશ મેળવી શકે છે પરેશ ધાનાણી

પરેશ ધાનાણીનું મહત્ત્વ પરેશ ધાનાણી ( Paresh Dhanani )એે વર્ષ 2002માં અમરેલી વિધાનસભા બેઠક પર યુવા ઉમેદવાર તરીકે તક આપવામાં આવી જેમાં તેણે ભાજપના દિગ્ગજ આગેવાનો અને સરકારના પૂર્વ પ્રધાન પરષોત્તમ રૂપાલાને ( Leaders Profile )પરાજય આપીને અમરેલીના રાજકારણમાં ખળભળાટ મચાવી દીધો હતો. 2017 માં ફરી એક વખત કોંગ્રેસના ઉમેદવાર તરીકે પરેશ ધાનાણીની પસંદગી થઈ અને આ વખતે તેમણે કોંગ્રેસમાંથી ભાજપમાં જનાર બાવકુભાઈ ઉંધાડને હરાવી અમરેલીના રાજકારણમાં જાયન્ટ કિલર તરીકે નામના મેળવી જે આજે પણ બરકરાર છે. 2007ની સામાન્ય ચૂંટણીમાં ભાજપના વધુ એક દિગ્ગજ નેતા અને સહકારી આગેવાન દિલીપ સંઘાણી સામે પરાજય થયો હતો ફરી 2012 માં પરેશ ધાનાણી અમરેલી વિધાનસભા બેઠક પર ગત ચૂંટણીમાં તેને હરાવનાર દિલીપ સંઘાણીને ખૂબ મોટા અંતરથી પરાજય આપીને 2012 માં હારનો બદલો ચૂકતે કર્યો હતો. વર્ષ 2019ની લોકસભાની સામાન્ય ચૂંટણીમાં પરેશ ધાનાણીનો ભાજપના ઉમેદવાર નારણ કાછડિયા સામે પરાજય થયો હતો. 2017થી લઈને 2021 સુધી પરેશ ધાનાણીએ ગુજરાત વિધાનસભામાં નેતા વિપક્ષના પદ પર કામ કરીને ડોક્ટર જીવરાજ મહેતા બાદ અમરેલીને વિધાનસભામાં મુખ્યમંત્રીના સમકક્ષ પદ અપાવીને રાજકીય રીતે ખૂબ મહત્વ હાંસલ કર્યું છે.

પરેશ ધાનાણીના સામાજિક કાર્યો કોરોના સંક્રમણ દરમિયાન પરેશ ધાનાણી( Paresh Dhanani ) એ લોકોને તબીબી સવલત મળી રહે તે માટે સતત અમરેલી વિધાનસભામાં પોતાની હાજરીની વચ્ચે સતત અને 24 કલાક લોકોને ઓક્સિજન સિલિન્ડર મળી રહે તે માટેની વ્યવસ્થા ઊભી કરી હતી. કોરોના સંક્રમણ કાળમાં લાદવામાં આવેલી સંચારબંધીને કારણે લોકોને અને ખાસ કરીને ગરીબ વર્ગના લોકોને બે ટંકનું ભોજન મળી રહે તે માટેની વ્યવસ્થા પણ તેમણે સ્વખર્ચે કરી હતી. વધુમાં પરેશ ધાનાણી રસોઈ બનાવવા માટે પોતે એક રસોઈયા તરીકે પણ સતત કામગીરી કરી હતી. આ સિવાય કોઈપણ આકસ્મિક પરિસ્થિતિમાં પરેશ ધાનાણી ( Leaders Profile )સતત લોકોની વચ્ચે જોવા મળતા હતાં.

કોંગ્રેસની વિચારધારાના ચુસ્ત અનુયાયી
કોંગ્રેસની વિચારધારાના ચુસ્ત અનુયાયી

પરેશ ધાનાણીની લોકપ્રિયતા શા માટે વર્ષ 2017 થી લઈને 2021 સુધી પરેશ ધાનાણી ( Paresh Dhanani )રાજ્ય વિધાનસભામાં નેતા વિપક્ષ તરીકે સફળતાપૂર્વક કામગીરીના( Leaders Profile ) ભાગરૂપે સમગ્ર રાજ્યની તમામ વિધાનસભા મતક્ષેત્રમાં વિકાસના કામોને લઈને વિધાનસભામાં નક્કર કાર્યવાહી કરવામાં આવી. જેને પરિણામે અમરેલી સહિત રાજ્યની મોટા ભાગની વિધાનસભામાં તેમના દ્વારા સૂચવવામાં આવેલા કામો રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યા છે. પીવાના પાણીની સમસ્યા હોય કે ખેડૂતોને કૃષિ પેદાશોના પોષણક્ષમ ભાવો મળવાની વાત હોય. મોંઘવારીથી પીસાતા મધ્યમ વર્ગ માટે વિધાનસભામાં તેમનો અવાજ બનીને જીવન જરૂરી ચીજ વસ્તુઓના ભાવો સ્થિર રહે તે માટે પણ તેમણે પ્રયાસ કર્યા છે. અમરેલીમાં પરેશ ધાનાણીના કાર્યકાળ દરમિયાન જાહેરમાર્ગો, પીવાના પાણીની વ્યવસ્થા, સાંસ્કૃતિક કાર્યક્રમો કરી શકાય તે માટેના હોલ તેમજ દરેક ઘર સુધી પીવાનું ચોખ્ખું પાણી પાઇપ લાઇન મારફતે પહોંચે તેમજ ગંદા પાણીનો નિકાલ યોગ્ય રીતે થાય તે માટે પરેશ ધાનાણીના પ્રયાસો આજે અમરેલીવાસીઓ અનુભવી રહ્યા છે.

અમરેલી વિધાનસભા બેઠક પર ટિકીટની શક્યતા પરેશ ધાનાણી ( Paresh Dhanani )આ બેઠક પર એકમાત્ર દાવેદાર ( Potential ticket contenders in Amreli ) છે. વર્ષ 2002 થી અત્યાર સુધી અમરેલી બેઠક પર પરેશ ધાનાણી સિવાય અન્ય કોઈ ઉમેદવારની ચર્ચા સુદ્ધાં કરવામાં આવતી નથી. આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણી ( Gujarat Assembly Election 2022 )માં પણ અમરેલી વિધાનસભા બેઠક માટે એક માત્ર પરેશ ધાનાણી કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે. આ સિવાય અમરેલી જિલ્લાની અન્ય ચાર વિધાનસભા બેઠક પર પણ ઉમેદવારોની પસંદગીને લઈને પરેશ ધાનાણીનો મત કોંગ્રેસ માટે ખૂબ મહત્વનો માનવામાં આવે છે. અમરેલી સહિત જિલ્લાની અન્ય ચાર વિધાનસભા બેઠકના ઉમેદવારોની જાહેરાતમાં પરેશ ધાનાણીનો દબદબો ( Leaders Profile ) પાછલા 20 વર્ષથી જોવા મળે છે જે આ વર્ષે પણ જોવા મળશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.