અમરેલી : જિલ્લામાં કોરોના વોરિયર્સ પર હુમલો કરનાર ઇસમને પાસા હેઠળ લાજપોર મધ્યસ્થ જેલ સુરત ખાતે ધકેલાયો છે.
કોરોના સામે લડવા સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે, લોકડાઉનનો ચુસ્ત પણે અમલ થાય તેને લઈને પોલીસ સતત મહેનત કરી રહી છે. એવામાં અમરેલીના વાકિયા ગામે રહેતા મહીપત દિલુભાઈ વાળા નામનો ઇસમ બિનજરૂરી ફરતા તેને સમજાવા છતા તેણે GRD જવાન પર હુમલો કરી, મારી નાખવાની ધમકી આપી હતી.
જે બાદ પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરી તેને પાસા હેઠળ સુરતની લાજપોર મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો છે.