ETV Bharat / state

સાવરકુંડલામાંથી દેશી જામગરી બંદુક સાથે આરોપી ઝડપાયો

અમરેલીઃ શહેર પોલીસે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા, તે દરમિયાન માહિતીના મળી હતી કે, મારૂતીનગરમાં રહેતો એક ઇસમ પોતાની પાસે દેશી જામગરી બંદુક રાખે છે.

સ્પોટ ફોટો
author img

By

Published : May 5, 2019, 10:46 PM IST

અમરેલી પોલીસને ચોક્કસ બાતમી મળતા મારૂતીનગર વિસ્તારમાંથી બાતમીમાં જણાવેલા વર્ણનવાળા ઇસમને દેશી બનાવટની જામગરી હથિયાર સાથે ઝડપી પાડ્યો હતો.

પકડાયેલા 23 વર્ષીય આરોપીનું નામ સુલતાન લાડક છે અને તે દેશી જામનગરી બંદુક (હથિયાર) કિંમત રૂ.500/-ના મુદ્દામાલ સાથે પકડાયેલો હતો. પોલીસે આરોપી વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી આરોપીને સાવરકુંડલા પોલીસ સ્ટેશનમાં સોંપી દેવાયો હતો.

તા.૦૫/૦૫/૨૦૧૯
જામગરી હથિયાર સાથે આરોપી ઝડપાયો
ધવલ આજુગિયા
અમરેલી

સાવરકુંડલા ટાઉનના મારૂતીનગર વિસ્તારમાંથી દેશી જામગરી બંદુક (હથિયાર) સાથે આરોપી  ઝડપી પાડયો

     અમરેલી પોલીસ તા.૦૪/૦૫/૨૦૧૯ ના રોજ સાવરકુંડલા ટાઉન  પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન  બાતમી રાહે હકિકત મળેલ મારૂતીનગરમાં  રહેતા  એક ઇસમ પોતાની પાસે દેશી જામગીરી બંદુક રાખે છે. તેવી ચોક્કસ બાતમી મળતા મારૂતીનગર વિસ્તારમાંથી  બાતમીમાં જણાવેલ વર્ણનવાળા ઇસમને દેશી બનાવટની જામગરી હથિયાર સાથે ઝડપી પાડેલ છે.

     પકડાયેલ આરોપી
 સુલતાનભાઇ રહેમાનભાઇ લાડક ઉ.વ.-૨૩ ધંધો-મજુરી રહે. સાવરકુંડલા મારૂતીનગર તા. સાવરકુંડલા 

      પકડાયેલ હથીયાર
એક દેશી જામનગરી બંદુક (હથિયાર) કિ.રૂ.૫૦૦/- મુદ્દામાલ સાથે પકડી પાડેલ અને ઉપરોક્ત  ઇસમ  વિરુધ્ધ આર્મ્સ એક્ટ તળે ગુન્હો દાખલ કરી આરોપીને વધુ તપાસ અર્થે સાવરકુંડલા ટાઉન પોલીસ સ્ટેશનમાં સોંપી આપેલ છે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.