અમરેલીઃ જિલ્લામાં આવેલા પ્રથમ બે પોઝિટિવ કેસ સ્વસ્થ થયા, 67 વર્ષીય વૃદ્ધા અને 11 વર્ષીય તરુણે કોરોનાને માત આપી હતી.
અમરેલી જિલ્લા માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે, જિલ્લામાં કોરોના સામે બે વ્યક્તિઓએ જીતી જંગ, ટીંબલાના 67 વર્ષીય વૃદ્ધા અને બગસરાના 11 વર્ષીય કિશોરે કોરોનાને માત આપી હતી. બન્નેને અમરેલી સિવિલ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા.
વૃદ્ધા અને કિશોરે કોરોના સામે જંગ જીતતા બન્ને કોરોના યોદ્ધાઓને સન્માનીત કરાયા હતા. હોસ્પિટલના ટ્રસ્ટી અને ડોક્ટરોએ બન્નેને પુષ્પ ગુચ્છ આપ્યા હતા. 31 તારીખ સુધી હોમ ફેસેલીટી સેન્ટરમાં બન્નેને રાખવામા આવશે અમરેલી જિલ્લામાં આવેલા 8 કેસોમાંથી બે કેસો સાજા થયા હતા.