બાબરા તાલુકામાં માળખાકીય સુવિધા મળી રહે તે માટે વિરજી ઠુમ્મર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવે છે. તેમજ સરકારી કચેરીઓ નવનિર્મિત થાય તેવા પ્રયાસો પણ તેમના દ્વારા કરવામાં આવે છે. તાલુકા અને જિલ્લા સંકલનમાં પણ વિરજી ઠુમ્મરની આગવી અને સરળ રજુઆતને કારણે બાબરા તાલુકાના વર્ષો જૂના પ્રશ્નોનો નિવેડો આવ્યો છે.
વર્ષોથી બાબરાની તાલુકા પંચાયતોની કચેરીઓ ખંડેર બની હતી. કોઇ નેતા કે, અધિકારીઓ દ્વારા યોગ્ય રજુઆત કે કાર્યવાહી નહીં કરતા ગામના લોકોને નવી ગ્રામ પંચાયત મળવાથી વંચિત રહેવું પડ્યું હતું. બાબરા કચેરી વર્ષોથી બિસમાર હાલતમાં છે. જીવના જોખમે કર્મચારીઓ ફરજ બજાવે છે, છતાં કોઇ કાર્યવાહી કરવામાં આવતું નથી. વિરજી ઠુમ્મરના અથાગ પ્રયત્નો અને રજુઆતને કારણે બાબરાના દરેક ગામને નવી ગ્રામ પંચાયત કચેરીઓ મળશે.