અમરેલી: આજથી નવરાત્રીનો પ્રારંભ થઇ ચુક્યો છે. નવરાત્રિને લઈને માઈ ભક્તોમાં ખુબજ ઉત્સાહ જોવા મળી રહ્યો છે. લોકો ઠેર ઠેર બજારોમાં લોકો માતાજીના શણગાર માટેની સામગ્રી ખરીદતા તો ક્યાંક નવરાત્રીમાં ગરબે રમવા માટે ખરીદી કરતા જોવા મળે છે. સાવરકુંડલામાં પ્રથમ નવલા નોરતાએ અનોખું આયોજન કરાયું હતું. બાળકીઓએ 64 જોગણીના રૂપમાં શણગાર સજીને લોકોને દર્શન આપ્યા હતા.
આબેહૂબ 64 જોગણીનો શણગાર સજીને લોકોને દર્શન આપ્યા: સાવરકુંડલા રિદ્ધિ સિદ્ધિ નાથ મંદિર હોલમાં પ્રથમ નવરાત્રીએ બાળકીઓએ આબેહૂબ 64 જોગણીનો શણગાર સજીને લોકોને દર્શન આપ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દુર્ગાવાહિની અને માતૃશક્તિની બહેનો દ્વારા અદભુત આયોજન કરાયું હતું. આજની નવી પેઢી પોતાની સંસ્કૃતિથી પરિચિત થાય અને લોકોને પણ જોગણીના દર્શન થાય તે હેતુથી આ આયોજન કરવામાં આવ્યું હતું.
ગરબા સંચાલકોનું વિશેષ આયોજન: ત્યારે ગરબા રસિકો માટે હાર્ટ એટેકના કારણે મોતના ઘણા કિસ્સાઓ સામે આવી રહ્યા છે હાર્ટ એટેક નવરાત્રીમાં ગ્રહણ લગાડી શકે છે. જેમાં નાની વયના યુવાનો માટે ખુબજ ચિંતાનો વિષય છે પરંતુ નવરાત્રિના આયોજકો માટે અને ગરબે રમવા માટે ઘણી ગાઈડ લાઈનો પણ સરકાર દ્વારા જાહેરાત પણ કરવામાં આવી છે
વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2023: અમદાવાદ GMDC ગ્રાઉન્ડ ખાતે આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વાઇબ્રન્ટ નવરાત્રી મહોત્સવ – 2023 ખુલ્લો મૂક્યો હતો. નવ દિવસ સુધી શહેરના GMDC ગ્રાઉન્ડ ખાતે ગરબા મહોત્સવ યોજાશે. આ નવરાત્રિ મહોત્સવમાં ગરબા સિવાય પણ શહેરીજનો માટે અન્ય ઘણા આકર્ષણો ગુજરાત ટુરિઝમ વિભાગ દ્વારા ઊભા કરવામાં આવ્યા છે, જેમાં અલગ અલગ થીમ પેવેલિયન, અટલ બ્રીજની પ્રતિકૃતિ, ફૂડ કોર્ટ વગેરેનો સમાવેશ થાય છે.