ETV Bharat / state

અમરેલીના લાઠીમાં પશુઓને ઘાસચારો ન મળતા માલધારીઓનો હલ્લાબોલ - dhaval ajugiyો

અમરેલીઃ લાઠી તાલુકામાં મોટી સંખ્યામાં માલધારીઓ પોતાના પશુધન સાથે વસે છે. અહીં છેલ્લા કેટલાય સમયથી પશુઓને ઘાસચારો મળતો નથી, તેના કારણે રોષે ભરાયેલા માલધારીઓએ આજે પશુઓ સાથે પ્રાંત કચેરીનો ઘેરાવ કર્યો હતો.

amr
author img

By

Published : May 17, 2019, 9:16 AM IST

અમરેલી જિલ્લાના લાઠી તાલુકાને રાજ્ય સરકારે અસરગ્રસ્ત જાહેર કર્યો છે, પરંતુ અસરગ્રસ્ત જાહેર કરાયેલા તાલુકાને મળવી જોઈતી પૂરતી સુવિધાઓ અહીં પહોંચી નથી. લાઠી તાલુકામાં મોટી સંખ્યામાં માલધારીઓ વસે છે. જેઓ પાસે બહોળી સંખ્યામાં પશુધન છે અને આ પશુઓ ઉપર જ તેમના જીવનનો ગુજારો થતો હોય છે. તેવા કિસ્સામાં લાઠી તાલુકામાં ઘાસચારાનું દુર-દુર સુધી દેખાતો નથી. દુર-દુર સુધી પશુઓ માટે ઘાસચારાની કોઈ વ્યવસ્થા નથી. જેના કારણે માલધારીઓએ સરકાર સમક્ષ અનેક વખત આ સમસ્યાના નિવારણ અર્થે ન્યાયની ગુહાર લગાવી હતી. છતાં તેમને તંત્ર તરફ યોગ્ય પ્રત્યુત્તર મળતો ન હતો.

અમરેલીના લાઠીમાં માલધારીઓનો પ્રાંત કચેરી ખાતે અનોખો વિરોધ, પશુધન સાથે કચેરીનો ઘેરાવ કર્યો, ન્યાય માટે સૂત્રોચ્ચાર કરાયાં
આજે આ સમસ્યાથી રોષે ભરાયેલા માલધારીઓ પોતાના પશુઓને લઈ પ્રાંત કચેરી ખાતે પહોંચી ગયા હતા. જ્યાં પશુઓને સાથે રાખીને કચેરીનો ઘેરાવ કરવાનો પ્રયત્ન કર્યો હતો. આ બાદ તેઓએ પશુઓને કચેરીની અંદર ઘુસેડી કચેરીના દરવાજા બંધ કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો.
amr
અમરેલીના લાઠીમાં માલધારીઓનો પ્રાંત કચેરી ખાતે અનોખો વિરોધ, પશુધન સાથે કચેરીનો ઘેરાવ કર્યો.
આ ઘટનાથી તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. જેથી વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર માલધારીઓને સમજાવવાના પ્રયત્નોમાં લાગી ગયું હતું. માલધારીઓનું આવેદન સ્વીકારીને પશુઓને 10 દિવસમાં ઘાસચારો પૂરો પાડવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું, પરંતુ અછતગ્રસ્ત જાહેર થયેલા તાલુકાને વહેલીતકે ન્યાય મળે તે હેતુથી માલધારીઓ પ્રાંત કચેરીની બહાર ધરણાં ઉપર બેસી ગયા હતા. અંતે એક કલાકની સમજાવટ બાદ કોંગ્રેસના જિલ્લા પંચાયત સભ્ય મયુર આસોદરિયાની આગેવાનીમાં પોતાના પશુઓને લઈને પરત ફર્યા હતા.

તા.૧૬/૦૫/૧૯
માલધારી આક્રોશ 
ધવલ આજુગિયા
અમરેલી

એન્કર.....

અમરેલી જિલ્લાના લાઠી તાલુકામાં ઘાસચારા માટે માલધારીઓ પશુઓ સાથે પ્રાંત કચેરી ખાતે ઘેરાવો કરીને ઘાસચારાની માંગ બુલંદ કરતા તંત્રમાં અફરાતફરી સર્જાઈ હતી પશુઓ સાથે ઘુસેલ માલધારીઓને માંડ સમજાવટ બાદ મામલો થાળે પડ્યો હતો પણ માલધારીઓ દ્વારા ઘાસચારો ત્વરિત ફાળવવા તંત્ર સામે પશુઓ લઈને કચેરી ઘેરાવનો નવતર કિમિયો અજમાવ્યો હતો

વીઓ - 1

રાજ્યમાં અમરેલી જિલ્લાનો લાઠી તાલુકો અછત જાહેર થયો હોવા છતાં ઘાસચારા માટે પશુઓ વલખા મારી રહ્યા છે.માલધારીઓ દ્રારા પશુઓને બચાવવા માટે લાઠી તાલુકાના આસપાસના 100 જેટલા માલધારીઓ પશુધનના ટોળાઓને લઈ પ્રાંત કચેરી ખાતે ઘેરાવો કરતા તંત્રમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. અછત જાહેર થયું હોવા છતાં પશુઓ માટે ઘાસચારો ના મળતા માલધારીઓમા રોષ જોવા મળ્યો હતો.પશુઓને પ્રાંત કચેરીની અંદર ઘુસાડીને પ્રાંત કચેરીએ તાળા બંધી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.

બાઈટ-1 સાજણભાઈ ભરવાડ (માલધારી-લાઠી)
ટી.સી.00.00 થી 00.34

વીઓ - 2

પશુઓ સાથે પહોંચેલ માલધારીઓને સમજાવટ માટે પોલીસ તંત્ર અને વહીવટી તંત્ર કામે લાગ્યું હતું.માલધારીઓનું આવેદનપત્ર સ્વીકારીને તંત્રે 10 દિવસમાં ઘાસચારો પૂરો પાડવાની ખાતરી આપી હતી.છતાં માલધારીઓ પ્રાંત કચેરી ખાતે ઘરના ઉઓર બેસી રહ્યા હતા.એક કલાકની સમજાવટ બાદ કોંગ્રેસના જિલ્લા પંચાયતના સદસ્ય મયુર આસોદરિયાની આગેવાનીમાં માલધારીઓ પશુધન લઈને માંડ પરત ફર્યા હતા.

બાઈટ-2 મયુર આસોદરીયા (સદસ્ય-જીલ્લા પંચાયત-અમરેલી)
ટી.સી.00.00 થી 00.32

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.