લોકસભાની ચૂંટણીનું આવતીકાલે પરિણામ છે, ત્યારે ગુજરાતની હાઈ વોલ્ટેજ ગણાતી સીટ એટલે અમરેલીથી વિપક્ષ નેતા મેદાને છે. ત્યારે ચૂંટણી પૂર્ણ થયા બાદ પણ સોશિયલ મીડિયામાં નેતાઓના નિવેદનો ચાલુ છે. ત્યારે પરેશ ધાનાણીના ટ્વીટ બાદ CMએ કહ્યું કે, નેતા વિપક્ષે પણ મૂર્ખ જેવા શબ્દો ન વાપરવા જોઈએ તો તેમણે જીતુ વાઘાણીએ કરેલા નિવેદનને પણ અયોગ્ય ગણાવ્યું હતું.
આ મામલે ધાનાણીએ કહ્યું કે, ભાજપના નેતાઓ પોતાના નિવેદન સંયમ નથી રાખી શકતા. તો પોતાની જીતનો દાવો વ્યક્ત કર્યો હતો અને સાથે ગુજરાત અને દેશમાં આવતીકાલે કોંગ્રેસ તરફી પરિણામ આવશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો.