આમ દીપડાના ધોળા દિવસે આંટા ફેરાથી માલધારીઓમાં ખાસ કરીને ફફડાટ ઉઠયો છે. સિંહ કરતા દીપડો વધુ હિંસક હોવાને કારણે માલધારીઓને તેમના પશુઓની સલામતીનો પ્રશ્ન સતાવી રહ્યો છે. જંગલની આસપાસ વસતા લોકો પણ દીપડાને કારણે ભયભીત જોવા મળી રહ્યા છે. જેમાં સાવરકુંડલાના કૃષ્ણ ગઢ પાસે આવેલ બેડીયા ડુંગરમાં દીપડાના સમૂહનો કાયમી વસવાટ છે, દીપડાનો સાવરકુંડલાની આસપાસના વિસ્તારોમાં ફરતો એક વિડીયો સામે આવ્યો છે જેમાં જોઇ શકાય છે કે દીપડો કેવી રીતે રહેણાંક વિસ્તારમાં ફરી રહ્યો છે.
સાવરકુંડલામાં રહેણાંક વિસ્તાર પાસે દીપડો ફરતો દેખાયો - Summer
અમરેલી: ઉનાળાની કાળઝાળ ગરમીને કારણે માનવી સહિત પશુ પક્ષીઓ પણ તકલીફમાં મુકાયા છે. પ્રાણીઓ પણ આ ગરમીને સહન નથી કરી શકતા..થોડા દિવસ પહેલા સિંહો અને હવે ત્યાર બાદ નિશાચર વન્ય જીવ દીપડા ધોળે દિવસે આંટા ફેરા કરતા માનવ વસવાટ તરફ વળી રહયા છે.