અમરેલી: અમરેલી પાસેના વડીયા સુરવોનદી પરના ડેમનો એક દરવાજો અડધો ફૂટ ખોલી પાણીનો નિકાલ કરવામાં આવ્યો છે. નીચાણવાળા બે ગામોના ખેડૂતોને પિયત માટે પાણીની લેખિતમાં માંગ કરવામાં આવી હતી. જે બાદ અડધો ફૂટ દરવાજો ખોલવામાં આવ્યો છે.
પાણીની અછત: ઉનાળો શરૂ થવાની સાથે પાણીની અછત સર્જાવા માંડે છે. જિલ્લાભરમાં પીવાના પાણી અને ખેડૂતો ઉનાળુ પાક લેવા માટે પિયત પાણીની જરૂરીયાત ઊભી થાય છે. વડીયાના આસપાસના ગ્રામ્યના ખેડૂતોને પણ પાણી મળી રહે અને ખેડૂતોને પાણીથી પાક પણ સારો મળે કિસાનોને સારી આવક મળે તેવા હેતુથી સ્થાનિક ધારાસભ્ય કૌશિક વેકરીયાને રજૂઆત કરવામાં આવી હતી.
પાણીના તળ ઉંચા આવશે: રજૂઆતને લઈને સુરવો ડેમના સિંચાઇ વિભાગ દ્વારા ડેમનો એક દરવાજો પાંચ કલાક માટે ખોલવામાં આવ્યો હતો. જેના કારણે નદીના ચેકડેમો ભરવામાં આવશે. તેમજ ચેક ડેમો ભરાતા પાણીના તળ ઉંચા આવશે. ખેડૂતોના પાકને નવું જીવનદાન મળશે. આમ ખેડૂતોને 10 મિલિયન ઘનફૂટ પાણી આપી ઉનાળુ પાક લેવામાં સરળતા રહેશે. પાણીના તળ ઉંડા ઉતરશે. જે આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોના લોકોને મળશે.
બે વખત ઓવરફ્લો: ચોમાસા દરમિયાન આમતો સૂરવો ડેમ પાણી થી 100 ટકા ભરાયો હતો. બે વખત ઓવરફ્લો પણ થયો હતો. ત્યારે હાલની પરિસ્થિતિ એવી છે કે સુરવો ડેમમાં પાણીની જથ્થો 35 ટકા જેટલો જાણવા મળી રહ્યો છે. આમ ઉનાળો શરૂ થતાં ગરમીનો પારો પણ ઉંચો જાય અને ગરમીમાં તાપમાન સાર પ્રમાણમાં વધે તેવી શક્યતા જોવા મળી રહી છે. પાણીની પણ તંગી સર્જાય શકે તેવું જણાય રહ્યું છે. કિસાનોને પાણીની તંગી થતાં મુશ્કેલી પડી શકે છે. કિસાનો માટે આવનારા દિવસોમાં ઉનાળુ પાક લેવા કોઇ સમસ્યા ના ઉદભવે તે માટે સિંચાઇ વિભાગ રજૂઆત કરવામાં આવી. જે પછી સિંચાઇ વિભાગ દ્વારા પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે કિસાનોને આગામી દિવસોમાં પણ ઘણો ફાયદારૂપ બની રહેશે.