અમરેલીઃ સાવરકુંડલાના લીખાળા ગામે ફાયરિંગની ઘટના બની હતી. જે બાબતે સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોધાઇ હતી.
![સાવરકુંડલાના લીખાળા ગામે જમીન બાબતે બની ફાયરિંગની ઘટના](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-amr-01-crime-gj10032_15052020210101_1505f_1589556661_922.jpeg)
સાવરકુંડલાના લીખાળા ગામે ફાયરિંગની ઘટના સામે આવી હતી. લિખાળા ગામે જમીનમાં ભાગ આપવા મુદ્દે ફાયરિંગ થયું હતું. જીવલેણ હુમલામાં એક રાઉન્ડ ફાયરિંગ કરી પિતા-પુત્ર ઘટના સ્થળેથી ફરાર થઇ ગયા હતા.
આરોપી ફરાર થયાની ફરિયાદ સાવરકુંડલા રૂરલ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. આ ફરિયાદ નોધતાની સાથે જ સાવરકુંડલા પોલીસે આરોપીઓને પકડી પાડવા કવાયત હાથ ધરી હતી.